<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

મનોવિજ્ઞાન ભવન દ્વારા મયુર શાહને મનોરત્‍ન એવોર્ડ એનાયત

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના   મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા મનોરત્‍ન એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવેલ જેમાં સંઘપરિવાર ના શ્રી વિપુલભાઇ અઘેરા તેમજ મનોવિજ્ઞાન ભવન ના વડા ડો. યોગેશભાઇ જોગસન ના હસ્‍તે જૈન અગ્રણી મયુર શાહ (મો.૯૪ર૮ર ૦૦૦૭પ)ને એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી ના કુલપતિ શ્રી ઉત્‍પલભાઇ જોષી, આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.સંજીવભાઈ ઓઝા, શિક્ષણ ફેકલ્‍ટીના ડીન ડો. નિદ્દતભાઈ બારોટ વગેરે ખાસ ઉપસ્‍થિત રહેલ. મનોવિજ્ઞાન ભવનના અધ્‍યક્ષ ડૉ.યોગેશ જોગસન, ડો.ધારાબેન દોશી અને સમગ્ર ટીમને સુંદર આયોજન અને વ્‍યવસ્‍થા માટે અભિનંદન પાઠવ્‍યા છે. (૩પ.૮)

(1:28 PM IST)