<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

કુરૂક્ષેત્રમાં મહાયજ્ઞમાં ધમાલ : પથ્‍થરમારો-ફાયરિંગ

પંડિતોને વાંસી ખોરાક પીરસવા અંગે વિવાદ : સ્‍થિતિ વણસી એકને ગોળી વાગી : મોટી સંખ્‍યામાં પોલીસનો કાફલો પહોંચ્‍યો લોકોને શાંતી રાખવાની અપીલ કરી : ઘટનાની તપાસ શરૂ

કુરુક્ષેત્ર, તા.૨૨: હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત ૧૦૦૮ કુંડીય મહાયજ્ઞ દરમિયાન ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. ગોળીબારમાં પંડિત આશિષ કુમાર ઘાયલ થયા હતા જ્‍યારે ઘણા બ્રાહ્મણોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ગુસ્‍સે ભરાયેલા બ્રાહ્મણોએ કુરુક્ષેત્ર-કૈથલ રોડ બ્‍લોક કરી દીધો હતો, જેના કારણે વિસ્‍તારમાં તણાવ સર્જાયો હતો. બ્રાહ્મણોએ આરોપ લગાવ્‍યો કે આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્‍યો હતો અને તેઓ ન્‍યાયની માંગ કરી રહયા છે.

મહાયજ્ઞ ૧૮ માર્ચે હરિયાણાના કુરુક્ષેત્રમાં શરૂ થયો હતો. ખરાબ ખોરાકની ફરિયાદને કારણે, ૧૦૦૮ કુંડ ધરાવતા આ શિવશક્‍તિ મહાયજ્ઞમાં ભાગ લેનારા બ્રાહ્મણો પર લાઠીચાર્જ કરવામાં આવ્‍યો હતો. ગોળીબારથી ત્રણ બ્રાહ્મણ ઘાયલ થયા હતા. ઘાયલ હાલતમાં તેમને લોકનાયક જયપ્રકાશ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ ઘટના પછી પંડિતોએ ભારે હોબાળો મચાવ્‍યો. મુખ્‍ય રસ્‍તો બ્‍લોક થઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, પૂજારીઓએ આરોપ લગાવ્‍યો હતો કે મહાયજ્ઞ દરમિયાન નબળી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્‍યું હતું. આ પછી હંગામો શરૂ થયો. આ પછી, મહાયજ્ઞ સમ્રાટ બાબા હરિઓમના અંગરક્ષકે ગોળીબાર કર્યો. આમાં ત્રણ પંડિત ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સ્‍થાનિક લોકનાયક જય પ્રકાશ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

અત્‍યાર સુધીમાં ભાજપ રાજ્‍ય (હરિયાણા) ના પ્રમુખ મોહનલાલ બડોલી, મુખ્‍યમંત્રીની પત્‍ની સુમન સૈની અને ભૂતપૂર્વ રાજ્‍ય મંત્રી સુભાષ સુધા જેવા ઘણા મોટા નેતાઓ આ મહાયજ્ઞમાં ભાગ લઈ ચૂક્‍યા છે.

(3:41 PM IST)