તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 22nd March 2025
ટર્કીમાં ઉગ્ર બનતું જન આંદોલનઃ દેશભરમાં કર્ફયુ હજારો લોકો રસ્તા પર
દેશભરમાં કફર્યુની જાહેરાતઃ ઇસ્તાંબુલ, અંકારા, ઇઝમિર અને ટ્રાબઝોન સહિત દેશના અનેક શહેરોમાં હજારો લોકો રાત્રે પણ રસ્તાઓ પર

તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરુદ્ધ લોકો સ્વયંભૂ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. ઇસ્તાંબુલના મેયર અને હવે પછીની પ્રસિડેન્ટની ચૂંટણીના ઉમેદવાર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને પ્રચંડ જન આક્રોશઃ વિરોધ દબાવવા ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ થયો છે. ૧૬ પોલીસ ઘાયલ, અનેકની ધરપકડો. ટર્કીમાં ચાલી રહેલાં જન આંદોલનો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યાં છે. શુક્રવારની રાત્રે પણ આ પ્રદેશોમાં લોકોનો રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને બ્લેક સી કિનારે આવેલા ટ્રાબઝોન શહેરમાંથી આવતા દ્રશ્યો આંદોલનની તીવ્રતા દર્શાવે છે. ૩ લાખની વસ્તી ધરાવતું ટ્રાબઝોન ટર્કીનું ૧૮મું સૌથી મોટું શહેર છે, અને અહીં હજારો લોકો રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વિરોધનું આ નવું કેમ્પ બન્યું.
આ પ્રદેશોમાં ઇસ્તાંબુલના મેયર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને આક્રોશ વધી રહ્યો છે. ઇમામોગ્લુને ભ્રષ્ટાચાર અને આતંકવાદ સાથે જોડાયેલા આરોપો હેઠળ બુધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી, જેને વિપક્ષે ૅલોકશાહી પર હુમલોૅ ગણાવ્યો છે. ઇસ્તાંબુલ, અંકારા, ઇઝમિર અને ટ્રાબઝોન સહિત દેશના અનેક શહેરોમાં હજારો લોકો રાત્રે પણ રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે આ વિરોધને દબાવવા માટે કડક પગલાં લીધાં છે, જેમાં ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશભરમાં કફર્યૂ લાદવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ટર્કીના ઇતિહાસમાં ૨૦૧૩ના ગેઝી પાર્ક આંદોલન પછી આ સૌથી મોટું જન આંદોલન માનવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતા ઓઝગુર ઓઝેલે લોકોને શાંતિપૂર્ણ વિરોધ માટે આહ્વાન કર્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ એર્દોગને આ આંદોલનને ૅશેરી આતંકૅ ગણાવેલ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાઓ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ટર્કીની અર્થવ્યવસ્થા પહેલેથી જ નબળી સ્થિતિમાં છે અને આ આંદોલનો તેને વધુ અસર કરી શકે છે. ટર્કીશ લિરાનું મૂલ્ય ઘટી રહ્યું છે અને રોકાણકારોમાં અસ્થિરતાનો ડર વધી રહ્યો છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
