<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

મહત્વના સમાચાર, ઉડતી નજરે...: * દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીના કેસ ઉપર આજે દિલ્હીની અદાલતમાં સુનાવણી * આજે અને આવતીકાલે ભારતીય જનતા પક્ષના નેતાઓ દેશભરમાં બિહાર દિવસ મનાવી રહ્યા છે * તામિલનાડુના મુખ્યમંત્રીએ આજે સીમાંકનને લઈને દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીની અગત્યની બેઠક બોલાવી છે * નવી મુંબઈના શિરાવને ખાતે મહારાષ્ટ્ર ઉદ્યોગિક વિકાસ નિગમ ક્ષેત્રમાં આગ ફાટી નીકળી * કચ્છમાં અંજારના સાપેડા ગામ નજીક બાઇક પર જતા યુવકોને અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવકના મૃત્યુ * હરિયાણાના પાણીપતમાં જનનાયક જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન રવિન્દ્ર મિણાની ગોળી મારી હત્યા, બેને ઈજા * બિહારના અરરિયા નરપતગંજ ખાતે ગુંડાઓ સાથે સ્થાનિક પોલીસ અને એસટીએફ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ પોલીસો ઘવાયા, એક ગુંડો ઠાર મરાયો, એક ભાગી ગયો * ભૂતપૂર્વ હેવી વેઇટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ૭૬ વર્ષની વયે અવસાન થયું: ૮૧ મેચમાંથી ૭૬ જીત્યા હતા

(10:53 AM IST)