News of Saturday, 22nd March 2025
સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ પ્રવાહીનો વેપાર ઝડપાયોઃ રતનપરમાં ૨૧૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી કબ્જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૨ : સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં અધિકારીઓએ શંકાસ્પદ પ્રવાહીના વેપારનો પર્દાફાશ કર્યો છે. વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળા અને જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પરબ ચોક નજીક આવેલ શ્રી ખોડિયાર એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ઈશ્વરભાઈ વિઠલભાઈ ચૌહાણ શંકાસ્પદ પ્રવાહીનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું હતું.
સ્થળ પરથી સાત હજાર લીટરનો લોખંડનો ખાલી ટાંકો અને અન્ડરગ્રાઉન્ડ ટાંકામાંથી ૨૧૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું. અધિકારીઓએ નિયમ મુજબ પ્રવાહીના નમૂના લીધા હતા. બંને ટાંકા સીઝ કરવામાં આવ્યા છે. વધુમાં, સ્થળ પરથી બે ઇલેક્ટ્રિક મોટર, એક આઇસર વાહન અને ૩૦ જેટલા ખાલી બેરલો મળી આવ્યા હતા. કુલ રૂપિયા ૬,૬૩,૨૨૫નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શહેરના રતનપુર વિસ્તારમાં પેટ્રોલપંપ હોય એમ ફિ્ટ કરેલો ૭ હજાર લીટરનો અને જમીનમાં આમ બે ટાંકા, ટ્રકમાંથી ખાલી કેરબા અને પ્રવાહી ભરવા ખાલી કરવા બે ઇલેક્ટ્રિક મોટર સહિતનો મુદામાલ મળી આવતા સુનિયોજિત રીતે અને લાંબા સમયથી આ જગ્યાએ સ્થાનિક તંત્રની મિલીભગતથી ગેરકાયદેસર રીતે જવલનશીલ ઙ્કવાહીનો વેપલો ચાલતો હોવાની આશંકા સેવાઈ છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
