<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ગ્રામ પંચાયત પોઇચામાં વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ તાલુકાના ગ્રામ પંચાયત પોઇચામાં પ્રાથમિક શાળા નાંદોદમાં વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજના મહાનુભાવો દિનેશભાઈ, સરપંચ ઉષાબેન, નાયબ સરપંચ, તલાટી ધર્મેન્દ્ર સિંહ, મુખ્ય શિક્ષક જીગરભાઈ, શિક્ષક નિમિષાબેન, હિમાંશુભાઈ અને પિરામલ ફાઉન્ડેશન ના ગાંધી ફેલો અમન આર્ય અને અદિતિ સિન્હા ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પિરામલ ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ગાંધી ફેલો અદિતિ સિન્હા અને અમન આર્યએ પાણી સંરક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. પાણી બચાવવા માટે ગ્રામ પંચાયત અને સમુદાય સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે તેના પર ચર્ચા કરવા માં આવી. પાણીના સ્ત્રોતોની સલામતી અને સ્વચ્છતાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં, જળ જીવન મિશન અંતર્ગત લોકોને પાણી સંરક્ષણ વિશે જાગૃત કર્યા.
દિનેશભાઈ પટેલ, સરપંચ પોતાના સંબોધનમાં કહ્યું, "પાણી એ માત્ર જીવનનો આધાર નથી પણ સર્વાંગી વિકાસ અને ટકાઉ ભવિષ્યની ચાવી પણ છે. આપણે જળ સંરક્ષણ ને આપણી આદતો અને દિનચર્યા નો એક ભાગ બનાવવો પડશે, જેથી ભવિષ્યની પેઢીઓ પણ તેનો લાભ મેળવી શકે." તથા પ્રાથમિક શાળા પોઇચા ના આચાર્ય જીગરભાઈ સોની એ દ્વારા પાણી સંરક્ષણ માટે વિવિધ તકનીકીઓ તથા આયોજન પર ચર્ચા કરી ને ગ્રામીણજ નો ને જાગૃત કર્યા.
આ પ્રસંગે, વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી અને પાણી સંરક્ષણ સંબંધિત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ રીતે, આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ લાવવાની સાથે સાથે લોકોને પાણીનું મહત્વ સમજવા અને તેને બચાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા

(10:23 PM IST)