News of Saturday, 22nd March 2025
મૃદંગ, જલતરંગ, હાર્મોનિયમનો રાત્રે અલૌકિક સંગમ
આજી ડેમ રોડ પર સેવા ભારતી ભવનમાં શાસ્ત્રીય સંગીત મહોત્સવ : પૂ. ગો. દિવ્યેશ કુમારજી પખવાજવાદન તથા શિષીરચંદ્ર જલતરંગ, પૂ. રસિકપ્રિતમજી હાર્મોનિયમની દિવ્ય ધ્વનિ રેલાવશેઃ પૂ. દિવ્યેશ કુમારજી ‘અકિલા' ની મુલાકાતેઃ શાસ્ત્રીય સંગીત માત્ર મનોરંજન માટે નથી, આ સંગીતથી આરોગ્યથી માંડીને પરમની પ્રાપ્તિ શકય

પૂ. દિવ્યેશકુમારજી સાથે અગ્રણીઓ કિરીટભાઇ રાજપરા, અરવિંદભાઇ પીઠડિયા, હરેશભાઇ રાજપરા, મેહુલ ભગત, પરેશભાઇ જનાણી, પ્રાંજલભાઇ શાહ, કમલેશભાઇ સોની નજરે પડે છે.
રાજકોટ, તા. રરઃ શાસ્ત્રીય સંગીત માત્ર મનોરંજન માટે નથી. આ સંગીતથી આરોગ્ય પ્રાપ્તિથી માંડીને પરમની પ્રાપ્તિ શકય છે. શાસ્ત્રીય સંગીત સાધનાનો માર્ગ છે. તેની અલૌકિક અનુભુતિ થઇ શકે છે. મ્યુઝિક થેરાપી શાષા વિકરાયુ છે. જેમાં શાસ્ત્રીય સંગીતના સુર-તાલના વિવિધ પ્રયોગો છે.
આ શબ્દો વૈષ્ણાવાચાર્ય પૂ. ગો. દિવ્યેશ કુમારજીના છે. તેઓ આજે ‘અકિલા' ના આંગણે પધાર્યા હતા. રાજકોટમાં આજે માત્ર મૃદંગ-પખવાઝ, જલતમંગ, હાર્મોનિયમનો સંગમ સર્જતો શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ આયોજીત થઇ રહયા છે. આ કાર્યક્રમ માણવા સંગીત પ્રેમીઓ થનગની રહયા છે.
કલાપ્રેમી નગર રાજકોટ માં સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી સુર સંગીતાલય રાજકોટ દ્વારા થયુ છે. કલાપ્રેમી નગર રાજકોટમાં સંગીત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપી તૈયાર કરતા સંગીત વિદ્યાલય સુર સંગીતાલય દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર ના સહયોગ થી તા. ૨૨ માર્ચ શનિવારે રાતે ૯ કલાકે શાસ્ત્રીય સંગીત મહોત્સવ નું ભવ્ય આયોજન સેવા ભારતી ભવન, અમુલ ડેરી સર્કલ, આજી ડેમ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ સંગીત મહોત્સવ માં સુવિખ્યાત પખાવજ વાદક ઇન્દોર ના પૂ. ગો. ૧૦૮ શ્રી દિવ્યેશકુમારજી મહારાજશ્રી, પખાવજ વાદન પ્રસ્તુત કરશે. આ ઉપરાંત અમદાવાદ ના અગ્રીમ પંક્તિ ના કલાકાર શ્રી શિષીરચંદ્ર ભટ્ટ જલતરંગ વાદન પ્રસ્તુત કરશે. તેમને પખાવજ માં સંગત આપશે અમદાવાદ ના પૂ. ગો. ૧૦૮ શ્રી રસિકપ્રિતમજી મહોદયશ્રી તેમજ હાર્મોનિયમ માં સંગત કરશે અમદાવાદ ના શ્રી અકુલ પંચાલ અને તબલા સંગત કરશે રાજકોટ ના શ્રી ભાર્ગવ જાની. તંદુપરાંત રાજકોટ ના સંગીત ગુરુ અને સુર સંગીતાલય ના સંચાલક શ્રી કિરીટભાઈ રાજપરા શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. તેમને ગાયન માં સાથ આપશે શ્રી કમલ રાજપરા તેમજ હાર્મોનિયમ સંગત કરશે શ્રી શિષીરચંદ્ર ભટ્ટ અને તબલા સંગત કરશે શ્રી ભાર્ગવ જાની.
આ સુર લય ભીના કાર્યક્રમ માં પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી, પૂ. ગો. ૧૦૮ શ્રી વિશાલકુમારજી મહારાજશ્રી, પૂ. ગો. ૧૦૮ શ્રી પરાગકુમારજી મહોદયશ્રી, પૂ. ગો. ૧૦૮ શ્રી કુંજરાયજી મહોદયશ્રી, પૂ. ગો. ૧૦૮ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી, પૂ. ગો. ૧૦૮ શ્રી રશેશકુમારજી મહોદયશ્રી અને પૂ. ગો. ૧૦૮ શ્રી વેદાંગકુમારજી મહોદયશ્રી તેમજ ગણમાન્ય મહાનુભાવો પધારશે. આ સુરીલા કાર્યક્રમ માં રાજકોટ ના સંગીત પ્રેમીઓ ને, વૈષ્ણવો ને પધારવા સુર સંગીતાલય ના સંગીતગુરુ શ્રી કિરીટભાઈ રાજપરા અને કમલ રાજપરા એ નિમંત્રણ પાઠવેલ છે. કાર્યક્રમની વધારે વિગતો માટે મો. ૯૨૨૭૬ ૨૬૫૯૦ નબંર પર સંપર્ક થઇ શકે છે.(૬.૧૬)
(2:35 PM IST)










