News of Saturday, 22nd March 2025
વર્ષ ૨૦૨૫માં ટાટાના શેરમાં રોકાણકારોએ રૂ.૨.૫૬ લાખ કરોડ ગુમાવ્યા
નાણાકીય વર્ષમાં TCS રોકાણકારોએ ૧.૩૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી

મુંબઇ, તા.૨૨: નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે હવે થોડા જ દિવસો બાકી છે. આ નાણાકીય વર્ષ દરમિયાન શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર જોયો, પરંતુ સતત પાંચ મહિના સુધી વેચવાલી ચાલુ રહી. આ વાતાવરણમાં, ટાટા ગ્રુપની કંપનીઓને નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારે નુકસાન સહન કરવું પડયું. નાણાકીય વર્ષ ૨૫માં ટાટા ગ્રુપના શેરનું સંયુક્ત બજાર મૂડીકરણ રૂ. ૨.૫૬ લાખ કરોડ ઘટયું છે. તે જ સમયે, બજાર મૂડીકરણ નાણાકીય વર્ષ ૨૦૨૪ માં રૂ. ૩૦ લાખ કરોડની સરખામણીમાં લગભગ રૂ. ૨૭.૪૬ લાખ કરોડ નોંધાયું છે.
જૂથની ૧૫ કંપનીઓ જવાબદાર છે : આ ઘટાડા પાછળ ટાટા ગ્રુપની ૧૫ કંપનીઓનો હાથ છે. આમાં આઇટી જાયન્ટ્સ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા મોટર્સ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપના અન્ય શેરોમાં જેમના બજાર મૂડીકરણમાં ઘટાડો જોવા મળ્યો છે તેમાં આર્ટસન, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા, ઓટોમોટિવ સ્ટેમ્પિંગ્સ એન્ડ એસેમ્બલીઝ, રેલિસ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા એલેક્સી, ટાટા પાવર કંપની, ટાટા ટેક્નોલોજીસ અને ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
TCS રોકાણકારો માટે કેટલું મોટું નુકસાન છે? : નાણાકીય વર્ષ ૨૫ માં TCS રોકાણકારોએ ૧.૩૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી. ચાલુ નાણાકીય વર્ષના ૧૯ માર્ચ સુધીમાં, તેના શેરના ભાવમાં લગભગ ૧૦%નો સુધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં બદલાતા વાતાવરણ અને અન્ય પરિબળોને કારણે TCS ને નુકસાન થયું. તમને જણાવી દઈએ કે કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો એપ્રિલમાં આવવાના છે. ટાટા મોટર્સની વાત કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં તેના શેરના ભાવમાં ૩૧%નો ઘટાડો થયો છે. ભારતની સૌથી મોટી ચ્સ્ કાર ઉત્પાદક કંપની નબળી આવક, પ્રાદેશિક મર્યાદાઓ, ચીન અને યુકેમાં થ્ન્ય્ની નબળી માંગથી પરેશાન હતી.
નિષ્ણાતનો અભિપ્રાય શું છે? : બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટયૂશનલ ઇક્વિટીઝે વ્ઘ્લ્ના શેર ખરીદવાની ભલામણ કરી છે. તે જ સમયે, મેક્વેરી અને એલારા કેપિટલે ટાટા મોટર્સના શેરને ‘આઉટપર્ફોર્મ' અને ‘બાય' રેટિંગ આપ્યું છે. મોતીલાલ ઓસ્વાલ અને નુવામાએ ‘ન્યુટ્રલ' અને ‘રિડયુસ' રેટિંગ આપ્યા છે. આ ઉપરાંત, ટાટા સ્ટીલને એમકે ગ્લોબલ તરફથી ખરીદીની ભલામણ મળી છે.(૨૩.૩)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
