<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

છત્તરના પાટીયે હોટલ પાસે ઢળી પડતાં વીભાભાઇ ટોળીયાનું મોત

રાજકોટ તા. ૨૨: ટંકારાના છત્તર ગામે રહેતાં વીભાભાઇ રામાભાઇ ટોળીયા (ઉ.વ.૫૫) ગઇકાલે સાંજે છત્તરના પાટીયા પાસે હોટલ પાસે બેઠા હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇજતાં મોત થયું હતું. ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું રાજકોટ ખાતે પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. મોભીના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(10:50 AM IST)