તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 22nd March 2025
ગોંડલમાં પાટીદાર સમાજ સામે ક્ષત્રીય સમાજ પણ મેદાને આવતા ‘ઘીના ઠામમાં ઘી' : બંધનું એલાન પાછુ ખેંચાયું
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા અને ધારાસભ્ય જયેશ રાદડીયાએ હોસ્પિટલમાં ભોગ બનનાર સગીરની મુલાકાત લીધીઃ કહ્યુ અમે પાટીદાર સમાજની સાથે છીએઃ બીજી બાજુ સગીર દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલા બાળકનાં સમર્થનમાં ક્ષત્રીય સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સંમેલન યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું: બનાવને જ્ઞાતિવાદ કે રાજકીય રંગ નહી આપવા માર્મિક ચિમકી આપીઃ ગોંડલનો માહોલ ગરમાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૨૨ : ગોંડલમાં સગીરને ઘોકાવડે માર માર્યાની ઘટના એ ગોંડલ નો માહોલ ગરમ કર્યો છે. સગીર દ્વારા બાળક ની જાતીય સતામણી થઇ હોય તેના સમર્થન માં ક્ષત્રીય સમાજ દ્વારા લાલ પુલ પાસે આવેલા રાજપુત ભવન ખાતે સર્વ સમાજ ની બેઠક બોલાવી બનાવ ને જ્ઞાતિવાદ નો રંગ અપાયાનું જણાવી રોષ વ્યક્ત કરાયો હતો.બાદ માં વિશાળ સંખ્યામાં મામલતદાર કચેરીએ પંહોચી બનાવ અંગે તટસ્થ તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવા માંગ કરી આવેદનપત્ર અપાયુ હતુ.
દરમિયાન માર મારવાની ઘટના બાદ સગીર ને કળષ્ના હોસ્પિટલ માં દાખલ કરાયો હોય ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા તથા જેતપુર નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા હોસ્પિટલ દોડી જઇ સગીર નાં ખબર અંતર પુછી તેના પરિવાર ને સાંત્વના આપી હતી.બાદ માં બન્નેએ જણાવ્યુ હતુ કે સગીર ને માર મારવાની ઘટના નિંદનીય છે.જેને વખોડી કાઢીએ છીએ.અને અમે પાટીદાર સમાજ સાથે છીએ. સમગ્ર મામલા માં ઘટતી કલમો નો ઉમેરો કરાશે.આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માતે ગળહમંત્રી તથા મુખ્યમંત્રીને રજુઆત કરીશુ ગુંડાઓની કોઈ જાત હોતી નથી.આ બનાવ માં જ્ઞાતિવૈમનસ્ય ના થાય એ જોજો.બન્ને આગેવાનો એ ઉપસ્થિત પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી.આ સમયે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા પણ સાથે રહ્યા હતા. બીજી બાજુ રાજપુત ભવન ખાતે સર્વ જ્ઞાતિઓ ને સાથે રાખી ક્ષત્રીય સમાજ દ્વારા બેઠક નુ આયોજન કરાયુ હતુ.જેમાં જ્ઞાતિ વિગ્રહ માટેની બેઠક નથી તેવી સ્પષ્ટતા કરાઇ હતી.અને સગીર દ્વારા બાળક ને છેલ્લા એક મહીનાથી જાતીય સતામણી કરી હેરાન કરાઇ રહ્યો હતો તેના સમર્થન માં બધા એકત્રીત થયાનુ જણાવાયુ હતુ. બનાવ ને કેટલાક પરીબળો દ્વારા જ્ઞાતિવાદ નો રંગ લગાવાયો હોય રોષ પણ વ્યક્ત કરાયો હતો. જે બાળક ની સતામણી કરાઇ હતી તે સત્યજીતસિહનાં મામા ત્રાપજના પ્રતિપાલસિંહ ગોહેલે મારો ભાણેજ એક મહીનાથી માનશીક યાતના ભેગવતો હતો. બન્ને સગીરો દ્વારા નશો કરી જાતીય સતામણી કરાતી હતી.ભાણેજ ને ડરાવીને નશો કરવા આ બન્ને દ્વારા દબાણ કરાતુ હતુ.મારા માશુમ ભાણેજને ન્યાય મળવો જોઈએ તેવુ જણાવ્યુ હતુ. રવિરાજસિંહ જાડેજાએ ઉગ્ર ભાષામાં કહ્યુ કે રાજુ સખીયા આ ઘટનામાં રાજકીય રંગ સાથે કોમવાદ ફેલાવી રહ્યોછે.પટેલ સમાજ તથા દરબાર સમાજ વચ્ચે પોંખવાનાનાં પારીવારીક સબંધો વરસોથી ચાલ્યા આવુછે.ત્યારે રાજુ સખીયા જેવા તત્વો સામે પગલા લેવા જોઈએ. તેમણે કહ્યુ કે નાગડકાનાં કોઈ પણ રસ્તે આવવા તૈયાર છીએ. એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલાએ કહ્યુ કે જેમને આરોપી બનાવાયા છે તે મયુર સોલંકી ધણા વરસોથી સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં ૩૦૦ બાળકોને ક્રિકેટ શિખવેછે.પાછલા ગ્રાઉન્ડમાં દારુ ગાંજો વેંચાય છે અને પીવાય છે.આવા માહોલમાં મયુર સોલંકી ક્રિકેટ કોચ તરીકે કામ પણ કરેછે અને ક્રિકેટ શિખતા બાળકોનુ રક્ષણ પણ કરેછે. શુ આ માણસ ગુનેગાર હોય તેવો સવાલ કરી નરેન્દ્રસિંહે કહ્યુ કે એક પિતા તરીકે તેનુ બાળક જાતીય સતામણીનો ભોગ બનતુ હોય તો મયુરસિંહ ઝાલા શુ કરે ? સત્ય સમજવુ જોઈએ અને સમાજ સામે મુકવુ જોઈએ જેથી બીજા બાળકો ભોગ નાં બને. પાટીદાર મીટીંગ માં દરબારોને ગુંડા કહેવાયા અને એક પરીવારને બદનામ કરવા ઙ્કયત્ન કરાયા.શું ગોંડલમાં પટેલો અને દરબારો દુશ્મન છે ? આ ગોંડલ ની શાંતિ ડહોળવાની હીન ચેષ્ટાછે.જો ગોંડલ માં ગુંડારાજ હોય તો આજે અહી આટલો સમાજ એકઠોના થાય તેવુ કહી નરેન્દ્રસિંહ ઝાલાએ કટાક્ષ કર્યો કે આજે બે કદાવર નેતાઓએ હોસ્પિટલ જઇ મુલાકાત લીધી કારણ કે તે પાટીદાર છે.પણ માનશીક પીડા જે બાળકે ભોગવી તેનુ શુ ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.હાલ મીડીયામાં જેવુ બતાવાઈ રહ્યુછે વાસ્તવ માં તેવુ નથી.સત્ય જાણવુ જોઈએ, ભરુડીનાં ઇન્દ્રજિતસિહ ઝાલાએ પાટીદાર મીટીંગ માં વક્તવ્ય આપનાર પિન્ટુભાઈ સાટોડીયાને આડે હાથ લઈ કહ્યુ કે આ ભાઇ ગોવાનાં કલબો ચલાવેછે.મકાન પણ ગેરકાયદેસર છે.જયરાજસિહ નો પરીવાર લોકોનાં કામ કરેછે.જયરાજસિહ છેતો ગોંડલ ની સુખ શાંતિછે તેવુ જણાવી ગોંડલ માં જ્ઞાતિ જ્ઞાતિઓ વચ્ચે નાં ભાઇચારાને કેટલાક તત્વો દ્વારા તોડવાનાં થઇ રહેલા ઙ્કયત્નો ને નિંદનીય ગણાવી આક્રોશ વ્યકત કર્યો હતો.
બેઠકને હેમભા ઝાલા સહિત આગેવાનોએ સંબોધન કર્યુ હતુ.
બેઠક બાદ વિશાળ સંખ્યામા રેલી સ્વરુપે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર અપાયુ હતુ.અને ગોંડલ માં કોમી એકતા જાળવવા અપીલ કરાઈ હતી. ગોંડલ પાટીદાર સમાજ દ્વારા સગીર ને માર મારનારા આરોપીઓ સામે કેટલીક કલમો ઉમેરવાની માંગ સાથે આવતીકાલ શનિવાર નાં ગોંડલ બંધનુ એલાન અપાયુ હતુ પરંતુ મોડી સાંજે સગીર નાં પિતા સમીરભાઈ સાટોડીયાએ પોલીસ તંત્ર તથા આગેવાનો એ અમોને ન્યાયની ખાત્રી અપાઇ હોય બંધ નુ એલાન રદ કરાયાનુ જણાવાયુ છે.શહેરમાં ધંધા રોજગાર ચાલુ રાખવા તેમણે અપીલ કરી હતી. (૪.૨૨)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
