News of Saturday, 22nd March 2025
કાલે ગુજકેટની પરીક્ષાઃ ૧ર૯૭૦૬ પરીક્ષાર્થીઓ એન્જીનીયરીંગ-ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ માટેની
પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાઇ તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એકશન પ્લાન

રાજકોટ તા. રર :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા. ર૩ ના ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા ન્યાયીક માહોલમાં લેવાઇ તે માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરેલો છે.
ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહ પછીના ડીગ્રી એન્જીનીયરીંગ ફાર્મસી તેમજ મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું ઠરાવેલ હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ તા. ર૩-૩-ર૦રપ ના યોજાનાર છે. પરીક્ષાના સફળ સંચાલન માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક પરીક્ષા આપે અને પરીક્ષા સારા વાતાવરણમાં લેવાય.
GUJCET - ર૦રપ માટે ૩૪ ઝોનની રચના કરવામાં આવેલ છે. GUJCET - ર૦રપ માટે ૩૪ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે, જે માટે ૬૩૮ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો), ઉપયોગમાં લેવાનાર છે. પરીક્ષામાં ગેરરીતિને ડામવા માટે કેન્દ્રો પર ખાસ તકેદારીના પગલા પણ લેવામાં આવશે. દરેક પરીક્ષા સ્થળ ઉપર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હેઠળ પરીક્ષા લેવામાં આવનાર છે.
રાજકોટમાં ૯૪૩૯ છાત્રો મળી સમગ્ર ગુજરાતમાં ૧ર૯૭૦૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
