<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ગુજરાત એસ.ટી. નિગમ લાવ્‍યું ‘મન ફાવે ત્‍યાં ફરો'ની યોજના રૂ.૧,૪૫૦માં આખા રાજયમાં ફરવાની તક

રાજકોટ તા.રરઃ ગુજરાત એસ.ટી. નિગમે ‘મન ફાવે ત્‍યાં ફરો'ની યોજના શરૂ કરતા યાત્રિકો રૂ.૪૫૦ થી રૂ.૧૪૫૦ સુધીમાં ૪ દિવસથી ૭ દિવસ સુધી આખા ગુજરાતમાં મુસાફરી કરી શકશે.

હાલ યાત્રિકો અંબાજીથી ઉમરગામ, કચ્‍છથી કાઠીયાવાડ સુધી એસ.ટી. બસમાં ફરી શકશે. રૂ.૧,૪૫૦ માં ૭ દિવસ, રૂ.૮૫૦માં ૪ દિવસ અને પરિવાર સાથે રૂ.૪૫૦ સુધીની અડધી ટિકીટ લઇને પણ ફરી શકશે, ગુજરાતમાં તમામ એસ.ટી. ડેપોની બસોમાં યોજના લાગુ કરાઇ છે. તસ્‍વીરમાં રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, વાહનવ્‍યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી આ યોજનાને લીલીઝંડી આપતા નજરે પડે છે.

(12:03 PM IST)