News of Saturday, 22nd March 2025
પોરબંદરમાં ગંભીર ગુન્હાઓનો ભેદ ઉકેલનારા ૬ પોલીસ કોન્સ્ટેબલોનું એસ.પી. દ્વારા સન્માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ જિલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હાના ભેદ ઉકેલવા સારી કામગીરી કરનારા કૃતિયાણા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના ૬ પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલોનું એસ.પી. શ્રી ભગીરથસિંહ ના હસ્તે પ્રશંસાપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
જીલ્લા પોલીસ ફેબ્રુઆરી માસની ક્રાઈમ કોન્ફરન્સમાં જીલ્લામાં કાયદે. વ્યવસ્થાની પરીસ્થિતિ સુદ્રઢ બનાવવા સારૂ ગંભીર ગુનાના ભેદ ઉકેલી બહારના રાજ્યની ગેંગને પકડી પાડવાની સારી કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની સારી કામગીર્ર. કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર લગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
આ સન્માન સમારંભમાં એલ.સી.બી. પો.કોન્સ.ના નટવરભાઇ દુદાભાઈ ઓડેદરા તેમજ કુતિયાણા, પો.કોન્સ. અક્ષય જગતસિંહ ઝાલા, કુતિયાણા પો.કોન્સ. ભરત સરમણભાઇ ઓડેદરા નું કમલાબાગ પે.સ્ટે. ગુ.ર.નં. ૩૦૯ મુજબનો અનડીટેક્ટ ચોરીને ગુનો ડીટેક્ટ કરી ચોરી થયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરી તેમજ ચોરીમાં પકડાયેલ અંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી તથા મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટેળકીના બે સભ્યોને પકડી પાડી પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ-૭૫ ચોરીના ગુનાને ભેદ ઉકેલ. તથા પોરબંદર જીલ્લાના કીર્તિમંદીર પો.સ્ટે. માં છેલ્લા ૮ વર્ષથી તથ. મધ્યપ્રદેશના સેંધવા પો.સ્ટે.માં છેલ્લા ૨ વર્ષથી તથા તમીલનાડુના યેંગમ પો.સ્ટે. માં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરી પ્રશંસનિય કામગીરી કરેલ છે. જે માટે બહુમાન કરાયા હતા.
કમલાબાગ પો.હેડ કોન્સ. એન.ટી. ભટ્ટ, પો.હેડ કેન્સ આર.પી.મકવાણા, પો.કોન્સ સુરેશભાઈ કીશાભાઇ મોરી નું કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. બી.એન.એસ. કલમ ૩૦૯(૪), ૧૧૧(૨) (બી) ૩૫૧(૩) મુજબ લુંટના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી લુંટ કરેલ ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરી પ્રશંસનિય કામગીરી કરેલ છે. તે માટે બહુમાન કરાયાં હતા
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
