<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા બારે માસ ભરવા લાયક ઘઉં વેચાણ કેન્‍દ્ર ખુલ્લું મુકાયું

નહિ નફો નહિં નુકશાનના ધોરણે બેસ્‍ટ કવોલીટીના ઘઉં એક મણ ૬૮૦ રૂા.ના ભાવે અપાશે તસ્‍વીરમાં યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડીરેકટરો તથા યાર્ડના સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. રરઃ રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા પોતાની બ્રાન્‍ડ તેમ "APMC RAJKOT" હેઠળ બારે માસ ભરવા લાયક સોર્ટેક્ષ ટુકડા ઘઉંના વેચાણનું કેન્‍દ્રનું આજરોજ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્‍યું હતું. જેમાં માર્કેટયાર્ડના ડીરેકટરો કેશુભાઇ નંદાણીયા, જીતુભાઇ સખીયા, અતુલભાઇ કમાણી, સંદીપભાઇ લાખાણી તેમજ સેક્રેટરીશ્રી બી. આર. તેજાણી હાજર રહેલ હતા.

રાજકોટ માર્કેટયાર્ડના તાલીમબધ્‍ધ સ્‍ટાફ દ્વારા ખુલ્લી હરરાજીમાં વેચાણ માટે આવેલા ખેડૂતોના ઉચ્‍ચ ગુણવતાના ઘઉં ખરીદ કરી તેનું ગ્રેડિંગ, કલીનીંગ અને સોર્ટક્ષ કરી વ્‍યાજબી ભાવે નહિ નફા અને નહિં નુકશાનના ધોરણે છૂટક ગ્રાહકોમાં તેનું વેચાણ કરવામાં આવનાર છે. આ બેસ્‍ટ કવોલીટીના ઘઉંનો ભાવ પ્રતિ મણ રૂપિયા ૬૮૦/- રાખવામાં આવેલ છે.

રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા લોકોને સીઝન માટે ઘઉં ખરીદવા માટે ઘઉં વેચાણ કેન્‍દ્ર સ્‍થળઃ ખેડૂત કેન્‍ટીનની બાજુમાં, બેડી માર્કેટયાર્ડ, રાજકોટ. સમયઃ સવારે ૯.૦૦ થી સાંજના પ.૦૦ દરમ્‍યાન અથવા ફોન નંબરઃ એમ. કે. સાકરીયા-૯૯૭૪૦ ૯૬૦૯૩, પી. એમ. પટોળીયાઃ ૯૮ર૪૮ ર૦૧પપ, એસ. વી. જાડેજાઃ ૯૬૬ર૬ ૮૧૬૮૧ તથા કે. બી. ઝાલાવાડિયાઃ ૯૪ર૯૦ ૪૩ર૬પનો સંપર્ક કરવા યાર્ડના સંચાલકો દ્વારા જણાવાયું છે. 

(3:36 PM IST)