તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
કચ્છના દેશલપર ગુંતલી ગામના મહિલા તલાટી ૨૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨: દેશલપર ગામ પાસે હોટેલ બનાવવા સરકારી પડતર જમીનની માંગણી કરનાર અરજદાર પાસેથી ગૌચરની જમીન નથી એવો દાખલો આપવા માટે મહિલા તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ગ્રામ પંચાયતની ઓફિસમાં બે હજાર રૂ.ની લાંચ સ્વીકારતા તલાટી ચંદ્રિકા મગનભાઈ ગરોડા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.
દરોડાની કામગીરી એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ.એમ. લાલીવાલ અને સ્ટાફે પાર પાડી હતી.(૨.૨૧)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
