તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
આધ્યાત્મિક-મહાજ્ઞાની કનૈયાલાલ રાણપરા (કનુકાકા)નો પાર્થિવદેહ પંચ મહાભુતમાં વિલીન
નડીયાદમાં ‘કૃષ્ણાશ્રય' ખાતેથી નિકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયાઃ અકિલા પરિવાર દ્વારા હ્નદયાંજલી અર્પણ

પૂ.કનુકાકાનું અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. આજે તેમના પાર્થિવદેહના દર્શન કરીને ‘અકિલા' વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સહિત ભાવિકોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકુંદ બદીયાણી-જામનગર)
રાજકોટ, તા., ૨૨ : આધ્યાત્મિકની પરમ ઉંચાઇએ પહોંચેલા મહાજ્ઞાની શ્રી સોની કનૈયાલાલ લાલજીભાઇ રાણપરા (પૂજય કનુકાકા, ન્યુ આર્ટ જવેલર્સ) નડીયાદ ખાતે દેવલોક પામ્યા છે. તેમની અંતિમયાત્રા આજે તા. રર માર્ચને શનિવારે સવારે દસ વાગ્યે તેમના નિવાસસ્થાન કૃષ્ણાશ્રય, કીર્તીકુંજ સોસાયટી, વીકેવી રોડ, નડીયાદ ખાતેથી નિકળી હતી.
આધ્યાત્મીક ક્ષેત્રે મોટુ નામ ધરાવતા કનૈયાલાલ લાલજીભાઇ સોની (કનુકાકા)નું તા. ર૦ને ગુરૂવારે અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.
આજે સવારે તેમના પાર્થિવદેહના ભાવિકોએ દર્શન કરીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
સદગતની અંતિમ યાત્રા આજે શનિવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન કૃષ્ણાશ્રય, કીર્તીકુંજ સોસાયટી, વી.કે.વી.રોડ નડીયાદથી નિકળીને નડીયાદની સ્મશાનભુમી ખાતે ગઇ હતી. જયાં પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.
પૂ. કનુકાકા મિનાક્ષીબેન કનૈયાલાલ સોની, બિંદેશભાઇ કનૈયાલાલ સોની (મો. ૯૪ર૭૦ ૮૩૯૦૦), કલ્પેનભાઇ કનૈયાલાલ સોની (મો. ૯૪ર૬પ ૦૯૧૮૮), પારૂલબેન મનીષકુમાર સોની, કશ્યપ બિંદેશકુમાર સોની, ડિમ્પલ કલ્પેનભાઇ સોની, અંજની હર્ષિલકુમાર પાટડીયા, માધવ કલ્પેનભાઇ સોની, શ્રેય કલ્પેનભાઇ સોની, શ્રી સંતરામ મંદિર પરિવાર, નડીયાદ તથા સંત વૃંદ શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્ર પરિવાર, નડીયાદ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
પૂ. કનુકાકાને મનોજભાઇ પટેલ (ભાદરણ), પરાગભાઇ શાહ (અમદાવાદ), આનંદ શાહ (અમદાવાદ), ભરતભાઇ પટેલ (અમદાવાદ), જયદિપભાઇ પટેલ (અમદાવાદ) વીએચપી, નિલેશભાઇ શાહ (અમદાવાદ), મુકુંદભાઇ શુકલ (અમદાવાદ), કલ્પેશભાઇ (કકુ) શાહ (અમદાવાદ), કશ્યપભાઇ ભટ્ટ (અમદાવાદ), રસિકભાઇ પ્રજાપતિ (અમદાવાદ), પ્રશાંતભાઇ બાવીસી (અમદાવાદ), રમણીકભાઇ મંડલી (અમદાવાદ), મૈત્રી અંકિત જલાન (અમદાવાદ) શૈલેષભાઇ શાહ (અમદાવાદ), મેહુલભાઇ શાહ (અમદાવાદ), સેજલભાઇ શાહ (અમદાવાદ), એસ. એસ. રઘુવંશી સર (અમદાવાદ), ઉદયભાઇ સોની (મુંબઇ), કશ્યપભાઇ સોની (મુંબઇ), કશ્યપભાઇ (સીએ), સંદીપભાઇ વાસાણી (મુંબઇ), દીપલભાઇ ઝરીવાલા (મુંબઇ), તસખુભાઇ શેઠ (મુંબઇ), આશિષભાઇ શાહ (વડોદરા), રોહિતભાઇ શાહ (વડોદરા), નિકુંજભાઇ શાહ (વડોદરા), સંદીપભાઇ સુખડીયા (પાદરા), કિરણભાઇ પટેલ (સુરત), રવિભાઇ જરીવાલા (સુરત), પરેશભાઇ પટેલ (વિદ્યાનગર), નિશીતભાઇ પટેલ (વિદ્યાનગર), ભરતભાઇ પટેલ (વિદ્યાનગર), અનિલભાઇ શાહ (વિદ્યાનગર), ભરતભાઇ સેલ પ્રેસવાળા (રાજકોટ), સંજયભાઇ પારેખ (રાજકોટ), પંકજભાઇ રાણપરા (રાજકોટ), ગોવિંદભાઇ અગ્રવાલ (અંબાજી), ભાઇરામભાઇ ભટ્ટ (અંબાજી), કલ્પેશભાઇ પટેલ (મટોડા), કનુભાઇ પટેલ (ખેડબ્રહ્મા), ડો. સમીરભાઇ શાહ (યુએસએ), મનસુખભાઇ છગનલાલ લીંબળીવાળા, પાનાચંદ છગનલાલ લીબળીવાળા, સ્વ. કિરણભાઇ સુખડીયા પરિવાર (મહુવા), હર્ષ બ્રહ્મભટ્ટ (મહુધા), ભરતભાઇ જી. ખુશાલદાસવાળા, જયેશભાઇ શાહ (નડીયાદ), રાકેશભાઇ બ્રહ્મભટ્ટ (નડીયાદ), જયેશભાઇ પટેલ, કેટરીંગ (નડીયાદ), ભગવાનદાસ રાણા (નડીયાદ), ઋત્વિક દવે (નડીયાદ), નૈમેશ રાણા (નડીયાદ), કલ્પેશ તલાટી (નડીયાદ), જયેશભાઇ પટેલ (દૂધવાળા), વિજયભાઇ પરમાર (સામરખા), લાલાભાઇ કંસારા (નડીયાદ) અતુલભાઇ શાહ (નડીયાદ), સહિતના એ શ્રધ્ધાંજલી અર્પી છે.
અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા અને અકિલાની વેબ એડિશનના એડીટર નિમિષભાઇ ગણાત્રા, જામનગર ખાતેના અકિલાના બ્યુરો ચીફ મુકુંદભાઇ બદીયાણી તથા અકિલા પરિવારે બે મિનીટ મૌન પાળી પૂજય કનુકાકાને હૃદયાંજલી અર્પણ કરી હતી. (૪.૨૧)
કાલે નડીયાદમાં સવારે
પૂ. કનુકાકાનુ બેસણુ
સદ્્ગતનું બેસણું તા. ર૩-૩-ર૦રપ ને રવિવારના રોજ સમય સવારે ૯ થી ૧ર કલાકે સ્થળ બ્રહ્મર્ષિ સંસ્કારધામ, ઠાકોર રોડ, સાઇબાબા મંદિર સામે, નડીયાદ
પીયર પક્ષનું બેસણુ પણ સાથે રાખેલ છે. (૪.૨૧)

(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
