News of Saturday, 22nd March 2025
મિટિંગમાં મહિલા કર્મચારીઓને ઉદ્દેશીને યે રેશમી જુલ્ફે ગીત ગાવું યૌન ઉત્પીડન નથી
બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો...ખાનગી બેંકનાં એકઝીકયુટીવ સામેનો કેસ રદ કર્યો : મહિલા સહકર્મીના વાળ અંગે ટિપ્પણી કે ગીત ગાવું એ જાતીય સતામણી નથી

મુંબઇ, તા.૨૨: બોમ્બે હાઈકોર્ટે કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનના એક કેસમાં આંતરિક ફરિયાદ સમિતિ અને ઔદ્યોગિક ન્યાયાલય, પુમેના નિર્ણયને ફગાવી દીધો છે. આ મામલો એક બેંક કર્મચારી સાથે જોડાયેલો હતો. જેના પર મહિલા સહકર્મીના વાળ પર ટિપ્પણી કરવા અને એક મિટિંગમાં યે રેશમી ઝુલ્ફે ગીતના આરોપ લગાવ્યો હતો.
જસ્ટિસ સંદીપ મારણેની બેન્ચે જાણ્યું કે આંતરિક ફરિયાદ સમિતિના રિપોર્ટ અસ્પષ્ટ હતી અને પુરાવાની પુરતી તપાસ નહોતી કરી. કોર્ટ વકીલ સના રઈસ ખાન દ્વારા પુરુષ બેંક કર્મચારી દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ની આઈસીસી રિપોર્ટને પડકાર આપ્યો હતો, જેમાં તે કાર્યસ્થળ પર કદાચારના દોષિત ઠર્યા હતા.
આંતરિક ફરિયાદ સમિતિએ ત્રણ ઘટનાઓનો સમાવેશ કર્યો હતો, જેમાં એક મહિલા સહકર્મીના વાળ વિશે અનુકૂળ ટિપ્પણી, મિક્સ્ડ-જેન્ડર ફોરમમાં કરેલી એક વિચારોત્તેજક ટિપ્પણી અને બીજી મહિલા કર્મચારી વિરુદ્ધના આરોપોનો સમાવેશ થાય છે.
વાળની ઘટનાની વાત કરતા એડવોકેટ સના ખાને કહયું કે અરજીકર્તાએ એક મીટિંગમાં જોયું કે ફરિયાદકર્તા તેના લાંબા વાળથી અસહજ હતી અને તેથી તેણે મજાકમાં કહયું કે ‘‘શું તમને સવારે તમારા વાળ બાંધવા માટે JCBની જરૂર છે?'' અને હળવાશમાં ગીતની એક લાઇન ‘‘યે રેશમી જુલ્ફેં'' ગાઈ.
વાળની ટિપ્પણી વિશે બેંચે કહયું કે અરજીકર્તા દ્વારા ફરિયાદકર્તા પ્રત્યે કરેલી ટિપ્પણીની પ્રકળતિને જોતા, આ માનવું મુશ્કેલ છે કે આ ટિપ્પણી કોઈ પણ પ્રકારના યૌન ઉત્પીડનના ઇરાદે કરવામાં આવી હતી. ટિપ્પણી કરવામાં આવી ત્યારે ફરિયાદકર્તાએ ક્યારેય તેને યૌન ઉત્પીડન માન્યું નહોતું.
બીજો આરોપ હતો કે અરજીકર્તાએ એક પુરુષ સહકર્મીના અંગ પર ટિપ્પણી કરી હતી, જે કેટલીક મહિલા સહકર્મીઓએ સાંભળી હતી, પરંતુ કોર્ટએ માન્યું કે આ માત્ર મજાક હતું અને પુરુષ સહકર્મીએ તેને અનુકૂળ માન્યું નહોતું.
ત્રીજી ઘટનાનો અરજીકર્તા સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ તે ફરિયાદકર્તાના રિપોર્ટિંગ મેનેજર વિરુદ્ધ હતી, જેને કોર્ટએ અસ્વીકાર કરી. ઔદ્યોગિક ન્યાયાલયે જુલાઈ ૨૦૨૪માં ICCના નિષ્કર્ષોને જાળવી રાખતા અરજીકર્તાની અપીલને ફગાવી દીધી હતી. જોકે જસ્ટિસ માર્ણેએ કહયું કે આંતરિક ફરિયાદ સમિતિની રિપોર્ટમાં તમામ આરોપોની અલગ-અલગ તપાસ કરવામાં આવી ન હતી, પરંતુ સામાન્ય નિષ્કર્ષ આપવામાં આવ્યા હતા. કોર્ટએ કહ્યું કે ભલે આ આરોપો સાચા માનવામાં આવે, તે યૌન ઉત્પીડન (POSH અધિનિયમ)ના દાયરામાં નથી આવતાં.(૨૩.૮)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
