News of Saturday, 22nd March 2025
ભાવનગરમાં સતત 5માં દિવસે મેગા ડિમોલિશન :સરિતા સોસાયટીથી ધોબીઘાટ નાળા સુધી દબાણ હટાવી દેવાયા
766 દબાણો દુર કરી કુલ 4100 મીટર જગ્યા ખુલી કરાવાઈ

ભાવનગરમાં સતત 5 મા દિવસે મેગા ડીમોલેશન યથાવત જોવા મળ્યું છે. જેમાં સરિતા સોસાયટી થી ધોબીઘાટ નાળા સુધી દબાણ દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 750 મીટર જમીન પર ગેરકાયદે દબાણ હટાવી જમીન ખુલ્લી કરાઈ હતી. જેમાં 5 દિવસમાં 766 દબાણો દુર કરી કુલ 4100 મીટર જગ્યા ખુલી કરવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
