તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
શિક્ષણ સમિતિના ૪૦ શિક્ષકો અને ૧૫૦૦ બાળકો કલાના ઓજસ પાથરશે
નન્હે મુને હમ હૈ બચ્ચે, કામ કરેંગે અચ્છે અચ્છે આપસમેં હમ કભી ન લડતે, હિમ્મત સે હમ આગે બઢતે આજથી ૩ દિવસ ગાંધી મ્યુઝિયમમાં માણવા જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલાર્પણમ': ૯૬ શાળાઓની ૯૦ થી વધુ કૃતિઓઃ વિનામૂલ્યે પ્રવેશ

રાજકોટ તા.રરઃ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રીદિવસીય સાંસ્કળતિક કાર્યક્રમ ‘‘કલાર્પણમ'' નું આયોજન તારીખ ૨૨, ૨૩, અને ૨૪ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સાંજે ૫ થી ૯, શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કુલ), જયુબેલી બાગ પાસે કરવામાં આવેલ છે.
આ તકે ચેરમેન વિક્રમ પુજારાએ જણાવેલ કે કાર્યક્રમમાં બાળકો દ્રારા દરરોજ દેશભક્તિ, ધાર્મિક, ઐતિહાસિક પ્રસંગો, વીર શહીદોના પાત્રો, અલગ અલગ રાજ્યોની પરંપરાઓ, માં નો ગરબો, કાર્ટુન થીમ જેવી વિવિધ પ્રકારની ૯૦ થી વધુઓ કળતિઓ રજુ કરવામાં આવશે. ત્રણ દિવસ કુલ ૯૦ કળતિઓ રજુ થશે. દરેક કળતિઓ માટે તેની થીમ બેઝ આધારિત કોસ્ચ્યુમ પણ નક્કી કરવામાં આવેલ છે. સાથો સાથ શિક્ષણ સમિતિના શિક્ષક બહેનો દ્વારા ત્રણ દિવસ પરંપરાગત પહેરવેશ સાથે ગરબાની કૃતિ રજુ કરવામાં આવશે.
આજે ૨૬ કૃતિઓ
આજે ૨૨ માર્ચના રોજ કરવામાં આવશે તે દિવસે ઇસ્ટ ઝોનના ૬૮૭ બાળકો અને ૧૬ શિક્ષકો પોતાની વિવિધ કળતિઓ બીડાણમાં આપેલ યાદી મુજબ પ્રસ્તુત કરશે. જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, શહેર-પ્રદેશ ભાજપના આગેવાનશ્રીઓ, વોર્ડના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થીત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરશે અને આ કાર્યક્રમને ખુલ્લો મુકાશે.
કાલે ૨૭ કૃતીઓ
દ્રિતીય દિવસે કાલે ૨૩ માર્ચ રવિવાર રોજ સેન્ટર ઝોનના ૭૩૬ બાળકો અને ૧૬ શિક્ષકો પોતાની વિવિધ ૨૭ કળતિઓ બીડાણમાં આપેલ યાદી મુજબ પ્રસ્તુત કરશે. જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, શહેર-પ્રદેશ ભાજપના આગેવાનશ્રીઓ, વોર્ડના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થીત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરશે.
કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને શિક્ષણ સમિતિના તમામ સદસ્યશ્રીઓના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ, કાર્યક્રમ ઈન્ચાર્જ હિતેન્દ્રસિંહ જાડેજા અને શાળા પરીવાર કાર્યક્રમની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરવા માટે ખૂબ જ તત્પર છે.

(3:46 PM IST)










