News of Saturday, 22nd March 2025
જશરાજનગરમાં ઘરમાં તિનપત્તી રમતાં ત્રણ મહિલા સહિત ૭ પકડાયા
પીસીબી અને એલસીબી ઝોન-૨એ દરોડા પાડયા રાજનગરમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં ચારને પકડી લેવાયા

રાજકોટ તા. ૨૨: જૂગારના બે દરોડામાં પીસીબીની ટીમે જશરાજનગરમાં ઘરમાં દરોડો પાડી ત્રણ મહિલા સહિત ૭ને તિનપત્તીનો જૂગાર રમતાં પડકી લીધા હતાં. જ્યારે એલસીબી ઝોન-૨ ટીમે રાજનગર ચોકમાં દરોડો પાડી ઘોડીપાસનો જૂગાર રમતાં ૪ને પકડી લીધા હતાં.
તાલુકા પોલીસે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધે હોટેલ પાછળ જશરાજનગર-૨માં જીતેન્દ્ર બાબુલાલ ચોૈહાણના ઘરમાં દરોડો પાડી તેને તથા જુગાર રમવા આવેલા જેન્તી લક્ષમણભાઇ પરમાર (રહે. ગાંધીગ્રામ-૫), જયેશ શાંતિલાલ વારા (રહે. જયશરાજનગર-૫), કમલેશ લાખાભાઇ પીપરોતર (રહે. કોઠારીયા રોડ વિનોદનગર બાલાજી પાર્ક-૨), જેન્તી ધનજીભાઇ ચોૈહાણ (રહે. જીવંતીકાનગર-૧/૩), અંજુબેન ધનજીભાઇ જોરીયા (રહે. જશરાજનગર-૨), કાંતાબેન નાથાભાઇ અજમેરીયા (રહે. જશરાનગર-૨) અને રમાબેન શૈલેષભાઇ પરમાર (રહે. ગાંધીગ્રામ ગોૈતમનગર આત્મન એપાર્ટમેન્ટ-૪)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રોકડા ૫૧ હજાર કબ્જે કર્યા હતાં. જીતેન્દ્ર ચોૈહાણે નાલ ઉઘરાવી બહારના માણસોને ભેગા કરી જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું.
પીસીબી ઇન્ચાર્જ એમ.આર. ગોંડલીયાની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. જે. હુણ, મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામસિંહ, કરણભાઇ, કિરતસિંહ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, રાહુલગીરી, ગિરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયભાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇએ આ કામગીરી કરી હતી.
જ્યારે એલસીબી ઝોન-૨ ટીમે નાના મવા રોડ રાજનગર ચોકમાં દરોડો પાડી ઘોડીપાસનો જૂગાર રમવા બેઠેલા દિલીપ મનસુખભાઇ ચાવડા (રહે. મવડી સ્મશાન પાછળ મફતીયાપરા), યુવરાજ દેવસીંગભાઇ ડોડીયા (રહે. રાજનગર-૪, નાના મવા રોડ), વિજેન્દ્ર ધીરૂભાઇ ગોહેલ (રહે. લક્ષ્મીનગર-૪), ગોપાલ ભીખાભાઇ પરમાર (રહે. લક્ષ્મીનગર-૧)ને પકડી લઇ બે નંગ ઘોડીપાસા અને રૂા. ૧૬૧૦૦ કબ્જે લીધા હતાં. ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત ટીમ દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
રેલનગરમાંથી ૧૩ બોટલ દારૂ કબ્જેઃ ચિરાગની શોધખોળ
રેલનગર-૨ આસ્થા ચોક પાસે શેરી નં. ૬માં મનિષાબેનના મકાનમાં ભાડેથી રહેતાં ચિરાગ રફીકભાઇ મકરાણીના ઘરમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ આઇ. એ. બેલીમ, તોૈફિકભાઇ મંધરા સહિતે દરોડો પાડી રૂા. ૬૫૦૦નો ૧૩ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. ચિરાગ ઘરમાં ન હોઇ તેની શોધખોળ યથાવત રખાઇ હતી.
(4:47 PM IST)










