<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ -૨૦૨૪ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા ફક્ત એક મહિનો બાકી : ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : અત્યાર સુધીમાં રાજ્યની ૧૬,૬૯૮ જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું ; જે પૈકી ૧૪,૬૪૭ સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી : રાજ્યની ૧,૮૮૨ સરકારી અને ૫,૨૬૮ જેટલી ખાનગી આરોગ્ય સંસ્થાઓએ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું : જેમાં ૧૨,૦૨૮ એલોપેથી, ૧,૬૨૨ આયુર્વેદિક તેમજ ત્રણ હજારથી વધુ હોમિયોપેથી હોસ્પિટલ અને ક્લિનિકે ઓનલાઈન અને ઓફલાઈન નોંધણી કરાવી : https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે : સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા લેવામાં આવશે : પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડ ની જોગવાઇ : ક્લિનિક ચલાવતા મેડિકલ પ્રેક્ટીસનર અને હેલ્થ પ્રોફેશનલ્સ માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત : એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું4:43 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમા ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ : ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોરમેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ગુજરાતને પસંદગીના GCC હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ખ્યાતિમાં વધુ એક નવું પરિમાણ : પોલિસી અન્વયે રાજ્યમાં ઓછામાં ઓછા ૨૫૦ નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય : રૂ. ૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ અને ૫૦ હજારથી વધુ નવી રોજગાર તકોની સંભાવના : CAPEX અને OPEX સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહનો સાથેની GCC પોલિસીમાં કૌશલ્ય નિર્માણને મહત્વ1:52 PM IST

 ડબલ મર્ડરઃ બપોરે વચેટ ભાઇ આકાશને પડોશી વિજય સાથે થયેલો ઝઘડો રાતે તેના બે ભાઇઓની હત્‍યાનું કારણ બન્‍યો : જુઓ વિડિયો : રાજકોટના આર્યનગરમાં રાત્રે ઘટનાઃ બે દિવસ પહેલા પત્‍નિ કહ્યા વગર વતન જતી રહી હોઇ આકાશ જૈન બપોરે તેણી સાથે ફોનમાં જોર જોરથી ઝઘડો કરતો હોઇ સામે જ રહેતાં વિજય ગુપ્‍તાએ દેકારો શું કરો છો કહી ડખ્‍ખો કરેલોઃ રાતે આકાશનો ભાઇ અમિત નીચે સંડાસમાં હતો ત્‍યારે વિજયના સાળા છોટુએ ‘અંદર કોણ હરામી છે?' કહી ગાળો ભાંડી પછી બનેવી વિજય સાથે મળી છરીના ઘા ઝીંક્‍યા, વચ્‍ચે પડેલા અમિતના નાના ભાઇ વિક્કીનો પણ જીવ ગયોઃ બી-ડિવીઝન પોલીસે કરી કાર્યવાહીઃ અમિત રાજુભાઇ જૈન (ઉ.વ.૨૯)ને બચાવાવ નાનો ભાઇ વિક્કી રાજુભાઇ જૈન (ઉ.વ.૨૬) વચ્ચે પડતાં બંનેને યુપીના સાળા-બનેવીઍ છરીના ઘા ઝીંકી પતાવી દીધાઃ અમિતની હત્યાથી ૧૧ માસની દિકરી સ્વીટી અને ૭ વર્ષના પુત્ર રાજઍ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પિતા-પત્નિ-ભાઇનું કરૂણ આક્રંદ : મુળ મધ્‍યપ્રદેશ જબલપુરનો સોનવાની-જૈન પરિવાર દોઢેક વર્ષથી આર્યનગરમાં દિપકભાઇ ઉંધાડના મકાનમાં ઉપરના ભાડેથી રહે છેઃ સામે જ યુપીનો વિજય ગુપ્‍તા અને નીચેના માળે તેનો સાળો છોટુ ઉર્ફ સંજય ગુપ્‍તા રહે છેઃ મકાન માલિક દિપકભાઇ ઉંધાડ પણ આ મકાનમાં નીચેના માળે રહે છેઃ હત્‍યારા રાતોરાત ઝડપાયા1:26 PM IST

રાજકોટ લોહાણા મહાજન દ્વારા પૂ. જીજ્ઞેશદાદાની જાજરમાન ભાગવત સપ્તાહ : વિશ્‍વના સૌથી મોટા લોહાણા મહાજનના સંગાથે લાખો ભાવિકો પૂણ્‍યનું ભાથું બાંધશેઃ રાધે રાધે : ચૈત્ર નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે શ્રધ્‍ધા-આસ્‍થાનો મહાસાગર ધૂધવશે જબ્‍બર આયોજનઃ ૧૦૮ પોથીજીના અલૌકીક દર્શનનો લ્‍હાવોઃ પોથીજી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છે. લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ તડામાર તૈયારી કરવામાં વ્‍યસ્‍ત.3:49 PM IST