News of Tuesday, 11th February 2025
રાજકોટ લોહાણા મહાજન દ્વારા પૂ. જીજ્ઞેશદાદાની જાજરમાન ભાગવત સપ્તાહ
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજનના સંગાથે લાખો ભાવિકો પૂણ્યનું ભાથું બાંધશેઃ રાધે રાધે : ચૈત્ર નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે શ્રધ્ધા-આસ્થાનો મહાસાગર ધૂધવશે જબ્બર આયોજનઃ ૧૦૮ પોથીજીના અલૌકીક દર્શનનો લ્હાવોઃ પોથીજી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છે. લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ તડામાર તૈયારી કરવામાં વ્યસ્ત.

રાજકોટ તા. ૧૧ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્યાસાસને ભવ્ય-દિવ્ય-જાજરમાન ભાગવત સપ્તાહનું જબ્બર આયોજન ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં નાના-મોટા સૌ કોઇમાં અપાર ધાર્મિક લોકચાહના ધરાવનાર ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના (રાધે...રાધે...) વ્યાસાસને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદ્્ભુત ગાથા શ્રીમદ્્ ભાગવત સપ્તાહ દરમ્યાન રજૂ કરવામાં આવશે, જેમાં લાખો ભાવિકો પૂણ્યનું ભાથું બાંધીને ધન્યતા અનુભવશે. શ્રધ્ધા-આસ્થાનો રીતસર મહાસાગર ઘુઘવશે જેમાં બેમત નથી.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર શ્રીમદ્્ ભાગવત સપ્તાહમાં લાખો ભાવિકો ૧૦૮ પોથીજીના અલૌકીક દર્શનનો લ્હાવો લેશે. કથાનો સમય બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. દરરોજ કથાની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલા લાઇવના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા નિહાળી શકે તે માટે પણ સુપેરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ - સહકાર-હૂંફ મળી રહ્યા છે.
પોથીજીની નોંધણી તથા શ્રીમદ્્ ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમ્યાન રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪), નો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બચ્છા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(3:49 PM IST)










