<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ગરમીનો અહેસાસ...તાપમાન વધશે...પારો ૩૮ ડીગ્રીએ પહોંચશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૧૧ થી ૧૮ ફેબ્રુઆરી સુધીની આગાહી :તા.૧૧ થી ૧૪ સુધી ૩૩ થી ૩૬ ડીગ્રી તો તા.૧પ થી ૧૮ સુધીમાં તાપમાન ૩પ થી ૩૮ ડીગ્રીએ પહોંચી જશેઃ હાલ નોર્મલ મહતમ તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી ગણાય, આગાહી સમયમાં તાપમાન નોર્મલથી ૩ થી પ ડીગ્રી ઉંચુ જ રહેશેઃ કચ્‍છ અને પશ્ચિમ સૌરાષ્‍ટ્રમાં કયારેક ઝાકળવર્ષા

રાજકોટઃ શિયાળાની વિદાયના પડઘમ વાગી રહયાં છે ત્‍યારે આ સપ્તાહમાં જ ઉનાળાની ઝલક જોવા મળી શકે છે. ૧૮મી સુધીમાં તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે વ્‍યકત કરી છે.

તેઓએ જણાવેલ કે અગાઉ આપેલ આગાહી મુજબ તાપમાન નોર્મલથી વધુ રહેશે તે અનુસંધાને મહતમ અને ન્‍યુનતમ તાપમાન નોર્મલથી ૧ થી ૩ ડીગ્રી ઉંચા રહયાં જેમકે ગઇકાલે બપોરે અમદાવાદ ૩૩.૪, ડીસા ૩૩.૧, ભુજ ૩૩.ર, (આ તમામ નોર્મલથી ઉંચા હતા) રાજકોટ ૩૩.૧૪ વડોદરા ૩૩.૪  (નોર્મલથી બે ડીગ્રી ઉંચા).

હાલમાં નોર્મલ મહતમ તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી ગણાય. પરંતુ આગાહી સમય દરમ્‍યાન નોર્મલ મહતમ તાપમાન ૩૧ થી ૩ર ડીગ્રી ગણાશે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૧ થી ૧૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન પヘમિ ઉતર પヘમિ અને ઉતર દિશા માંથી ફુંકાશે. તા.૧૧ થી ૧૪ દરમ્‍યાન પવનની ગતી ૧૦ થી ૧પ કિ.મી. અને તા.૧પથી ૧૮ દરમ્‍યાન પવન ૧ર થી રપ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. ખાસ કરીને સાંજના સમયે પવનની ગતી વધુ રહેશે.

આકાશ મુખ્‍યત્‍વે ચોખ્‍ખુ રહેશે. એકાદ દિવસ છુટાછવાયા વાદળો જોવા મળશે. આગાહી સમય દરમ્‍યાન અમુક દિવસ પヘમિ પવન ફુંકાતા હોય આગાહી સમયમાં કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રમાં બે થી ત્રણ દિવસ ઝાકળની શકયતા છે.

તા.૧૧ થી ૧૪ દરમ્‍યાન મહતમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. જેની રેન્‍જ ૩૩ થી ૩૬ ડીગ્રી વચ્‍ચે રહેશે.

તા.૧પ થી ૧૮ મહતમ તાપમાન બેએક ડીગ્રી વધુ રહેશે. જેની રેન્‍જ ૩પ થી ૩૮ ડીગ્રી વચ્‍ચે રહેશે.

(4:27 PM IST)