તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
પરા પીપળીયાની કંપનીના વેલ્ડરનું હાર્ટએટેકથી મૃત્યુ
બીજા બનાવમાં મુંબઇથી રાજકોટ બહેનને ત્યાં ધાર્મિક પ્રસંગે આવેલા શૈલેષભાઇ શેઠનું હૃદય બેસી જતાં મૃત્યુ : મુળ કેરલાના વતની રેની થોમસે સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૧: હાર્ટએટેકના વધુ બે બનાવમાં બે લોકોના મૃત્યુ થયા છે. જેમાં જામનગર રોડ પરા પીપળીયા ખાતે આવેલી રોસેલ્સ ટેક્નોમેટીક કંપનીમાં નોકરી કરતાં અને ત્યાંના ક્વાર્ટરમાં રહેતાં મુળ કેરલના રેની થોમસભાઇ ફિલીપ (ઉ.વ.૪૯) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેમને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેઓ કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરતાં હતાં.
બીજા બનાવમાં મુંબઇ રહેતાં શૈલેષભાઇ જયંતિલાલ શેઠ (ઉ.વ.૭૫) રાજકોટ ઇશ્વરીયા ગામ રોડ ફેનીક્સ રિસોર્ટ હોટેલ રૂમ નં. ૫૦૩માં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. તેઓ બહેનના ઘરે રાજકોટ ધાર્મિક પ્રસંગ હોઇ તેમાં હાજરી પુરાવવા આવ્યા હતાં. રવિવારે મુંબઇથી આવી હોટેલમાં રોકાયા હતાં. આજે પરત જવાના હતાં એ પહેલા આ બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં બે પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(4:07 PM IST)










