<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મહાકુંભમાં કપાળે તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને સોનલ ચૌહાણે સંગમમાં લગાવી ડૂબકી

સોનલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંગમ સ્નાનની તસવીરો અને વીડિયો શેર કર્યા :સોનલે સ્વામી કૈલાશાનંદ ગિરીજીને મળીને આશીર્વાદ લીધા

‘જન્નત’ ફિલ્મ 2008માં રિલીઝ થયેલી,  આ ફિલ્મમાં અભિનેતા ઈમરાન હાશ્મી અને તેની સાથે અભિનેત્રી સોનલ ચૌહાણ હતી. સોનલ તે છે જે 2005માં ફેમિના મિસ ઈન્ડિયા બની હતી અને 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે.

સોનલે ભારતીય મોડલ, અભિનેત્રી અને પ્લેબેક સિંગર તરીકે પોતાની ઓળખ બનાવી. સોનલે હિન્દી સિવાય ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજકાલ તે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ તેમ છતાં તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
હવે ફરી એકવાર તે મહાકુંભમાં સ્નાન કરવાને લઈને ચર્ચામાં છે. સંગમમાં ડૂબકી મારનાર બોલિવૂડ સેલિબ્રિટીઓમાં સોનલનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંગમ સ્નાનનો ફોટો શેર કર્યો છે. સોનલ ચૌહાણે પીળા કલરનો સૂટ પહેર્યો હતો અને તેની ઉપર રુદ્રાક્ષની માળા પહેરેલી હતી.
એક્ટ્રેસ તેની આંખો બંધ કરીને અને તેના હાથ જોડીને, આધ્યાત્મિકતામાં ડૂબેલી જોવામાં આવી હતી. સોનલે મહાકુંભમાં સંગમમાં ડૂબકી મારીને પ્રાર્થના કરી હતી. સંગમ ખાતે દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. સોનલે સ્વામી કૈલાશાનંદ ગિરીજીને મળીને આશીર્વાદ લેતી વખતે એક ફોટો વીડિયો પણ શેર કર્યો છે, જેને 66 હજાર લોકોએ લાઈક કર્યો છે.

સ્વામી કૈલાશાનંદે પણ સોનલને શાલ સાથે રૂદ્રાક્ષની માળા પહેરાવી હતી. સોનલ ચૌહાણે નહાવાની પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासुकिम्। वन्देअक्षयवटं शेषं प्रयागं तीर्थनायकम। આ પોસ્ટને લગભગ બે લાખ લોકોએ પસંદ કરી છે, જ્યારે બીજી પોસ્ટમાં તેણીએ લખ્યું છે કે તેમને મહાકુંભમાં આદરણીય સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજને મળવાનું અને તેમના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમના સુંદર શબ્દો અને સ્નેહથી મને ઘણી હકારાત્મક ઊર્જા મળી. સંગમમાં સ્નાન કરીને હું ધન્ય બની ગઈ.

.

(8:32 PM IST)