<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 700 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 23 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 15,022.43 ટન ડુંગળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 15,022.43 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 460 રૂ. અને નીચો ભાવ 140 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વઢવાણમાં 600 રૂ., બીલીમોરામાં 580 રૂ., ભાવનગરમાં 577 રૂ., મહુવામાં 569 રૂ., ગોંડલમાં 566 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 15,022.43 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:20 PM IST)