<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ગાંધીનગરમાં દર્શ હોસ્ટેલના 20 વિદ્યાર્થીઓને ફૂડ ફૂડ પોઈઝનિંગ: ઝાડા, ઊલટી અને પેટમાં દુઃખાવો

તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસે ડાયા :આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. દર્શ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હોસ્ટેલના 20 વિદ્યાર્થીઓને ઝાડા, ઊલટી અને પેટમાં દુઃખાવો થયો હતો. આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરેને કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે.

(9:37 PM IST)