<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ચીન પાકિસ્તાનને આપે છે આ ખતરનાક હથિયારો

નવી દિલ્હી: પાકિસ્તાની એરફોર્સ ચીન પાસેથી 40 અત્યાધુનિક J-35A ફાઇટર એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ ફાઇટર એરક્રાફ્ટથી પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ખૂબ જ વધારો થઇ જશે અને તેનાથી ક્ષેત્રીય શક્તિ સંતુલન બગડી શકે છે. પાકિસ્તાનના નિવૃત એર કોમોડોર જીયા ઉલ હક શમશીનું કહેવું છે કે, 'પાંચમી પેઢીના J-35 એરક્રાફટ પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ઘણો વધારો કરશે. ભવિષ્યમાં લગભગ 15 વર્ષ સુધી ભારતીય એરફોર્સ પાસે આવું એક પણ એરક્રાફટ હશે નહી.' ડિફેન્સ સિક્યુરીટી એશિયાની રીપોર્ટ અનુસાર, પાકિસ્તાનને ચીનના આ ખતરનાક એરક્રાફ્ટ મળી જવાથી દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલી શકે છે. પાકિસ્તાની એરફોર્સે ગત વર્ષે J-35A સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાના સંકેત આપ્યા હતા. ચીનના શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશને આ અત્યાધુનિક જેટને બનાવ્યું છે.     પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની એરફોર્સના પાયલોટ J-35A ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનીંગ માટે હાલ ચીનમાં છે. ચીનનું માઈટી ડ્રેગન J-20 બાદ J-35A બીજું સ્ટીલ્થ એરક્રાફટ છે. J-20 માત્ર ચાઇનીઝ એરફોર્સ માટે છે. જ્યારે J-35A બીજા દેશોને પણ ચીન આપી રહ્યું છે. પાકિસ્તાની એરફોર્સ પહેલાથી જ ચીનનું J-10C અને સંયુક્ત રૂપે વિકસિત JF-17 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે.     

 

(6:43 PM IST)