<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મનપાનું બજેટ લીવેબલ રાજકોટને સાર્થક કરનારૂ

કેબીનેટ મંત્રી ભાનુબેન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ, મેયર નયનાબેન, ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન, ડે.મેયર નરેન્‍દ્રસિંહ, શાસક પક્ષ નેતા લીલુબેન તથા દંડક મનીષભાઇ દ્વારા આવકાર

રાજકોટ, તા.૧૧: મહાનગરપાલિકા સ્‍ટેન્‍ડિંગ કમિટીએ રજુ કરેલ બજેટને કેબીનેટ મંત્રી અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, મેયર તથા વોર્ડ નં.૦૪ ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય અને વોર્ડ નં.૦૨ કોર્પોરેટર ડો.દર્શિતા શાહ, ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૦૩ કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા તથા કોર્પોરેટર વોર્ડ નં.૧૧ શ્રીમતી લીલુબેન જાદવ,  શાસક પક્ષ દંડક તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા તથા  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આવકાર્યુ છે.

ગત અઠવાડીયે મ્‍યુનિસિપલ કમિશનરએ રૂ.૩૧૧૨.૨૮ કરોડનું બજેટ સ્‍થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજીત રૂ. ૧૫૦ કરોડનો કરબોજ સૂચવેલ. પરંતુ, સ્‍થાયી સમિતિ દ્વારા ગહન વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાનો કરબોજ નાખવાને બદલે,  હાલના આવકનાસ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવાસ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્‍યુનિસિપલ કમિશનરએ સુચવેલ નવા કરબોજ તથા કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્‍તો સ્‍થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે ‘નામંજુર' કરવામાં આવે છે. સ્‍થાયી સમિતિ દ્વારા કમિશનરશ્રીએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.૬ કરોડનો વધારો કરી, રૂ.૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ.૩૧૧૮.૦૭ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરેલ છે.

પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ કેબીનેટ મંત્રી અને કોર્પોરેટર શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર તથા વોર્ડ નં.૦૪ ના કોર્પોરેટર  નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય અને વોર્ડ નં.૦૨ કોર્પોરેટર ડો.દર્શિતા શાહ, ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૦૩ કોર્પોરેટર  નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા તથા કોર્પોરેટર વોર્ડ નં.૧૧ લીલુબેન જાદવ,  શાસક પક્ષ દંડક તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર  મનીષભાઇ રાડીયાએ તથા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ અભિનંદન આપી આ બજેટને આવકારેલ છે.(૨૩.૧૭)

(3:13 PM IST)