<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રંગીલા રાજકોટની સાંસ્‍કૃતિક ઓળખ યથાવત જાળવી રાખવા આ પ્રજાલક્ષી બજેટથી રાજકોટ વિકાસની નવી ક્ષિતીજો સર કરશેઃ ઉદય કાનગડ

 

પ્રજા પર નવા કરબોજ વગરના હળવા ફુલ બજેટમાં જયાં માનવી ત્‍યાં સુવિધા ઉદેશને સાર્થક કરવાના દૃષ્ટિકોણથી પ્રજાલક્ષી અભિગમનો સીલસીલો આગળ ધપાવ્‍યો છે

રાજકોટઃ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના ૨૦૨૫-૨૬ના વાર્ષિક અંદાજપત્રને આવકારતા રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવ્‍યું છે કે શહેરની જનતાની આશા અને અપેક્ષા પૂર્ણ કરનારૂ તેમજ તમામ વર્ગની સુખાકારીમાં વધારો કરનારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ નું રૂા.૩૧૧૮.૦૭ કરોડનું બજેટ મંજુર કરવા બદલ મહાનગરપાલિકાના તમામ શાસકોને અભિનંદન આપુ છું.  કેન્‍દ્રની ભાજપ સરકારના સ્‍માર્ટ સીટીના મિશનમાં રાજકોટ શહેરને સ્‍થાન અપાવવામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો સિંહફાળો રહયો છે ત્‍યારે રાજકોટ ખરા અર્થમાં ‘સ્‍માર્ટ સીટી' બની રહે અને દેશ અને વિશ્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્‍થાન પામે તે દિશામાં આ બજેટ રજુ કરવામાં આવ્‍યું છે.

બજેટમાં રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ સાથે, શહેર રહેવા લાયક અને માણવા લાયક બને તેવા ઉદેશને સાર્થક કરવાના હેતુથી અનેક જાહેરાતો કરવામાં આવી છે ત્‍યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં રાજકોટને મળેલા સ્‍થાનને અનુરૂપ રંગીલા રાજકોટ ની સાંસ્‍કળતીક ઓળખ યથાવત રાખી શહેરની વિકાસની ગતિ જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે લોકભોગ્‍ય અને લિવેબીલીટી ઈન્‍ડેક્ષમાં સતત વધારો થતો રહે તેવું બજેટ અમલમાં મુકવામાં આવેલ છે. શ્રી કાનગડે જણાવેલ કે વિધાનસભા-૬૮ માટે  બજેટમાં ઈસ્‍ટ ઝોન વિસ્‍તારમાં સેટેલાઈટ ચોક પાસે નવી શાક મારકેટ બનાવવી.

કનકનગર ખાતે આવેલ હયાત શાક મારકેટનું નવીનીકરણ કરવું, શાળામાં ભણતાં બાળકો શિક્ષણની સાથોસાથ રમત-ગમતની સુવિધાનો લાભ લઈ શકે તે માટે વોર્ડ-૪ માં ભગવતીપરામાં બનાવવામાં આવેલ નવી હાઈસ્‍કુલના કમ્‍પાઉન્‍ડમાં રમત-ગમતની સુવિધા ઉભી કરવી. વોર્ડ નં.૪ માં જે-જે વિસ્‍તારોમાં ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થયેલ છે ત્‍યાં મેટલીંગ કામ કરવું તેમજ જે વિસ્‍તારોમાં ડ્રેનેજ કામ બાકી છે ત્‍યાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઈ કરવામાં આવેલી છે.

અંતમાં ઉદયભાઈએ જણાવેલ કે શહેરની વસ્‍તી અને વિસ્‍તારો વધવાની સાથોસાથે પાયારૂપ ભૌતિક વિકાસ થતો રહયો છે. રાજકોટ મહાનગર પાલિકાની સેવાઓ વધુ લોકભાગ્‍ય બને અને લોકો આવશ્‍યક સેવાઓ વધુ સરળતાથી મેળવી શકે તે માટે જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્‍યારે ૨૦૨૫-૨૬નું આ બજેટ રાજકોટ શહેરને વિકાસ પથ પર અવિરત આગળ ધપાવશે અને રાજકોટ વિકાસની નવી ક્ષિતીજો સર કરશે.

(4:33 PM IST)