<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

'કેસરી વીર - લિજેન્ડ્સ ઑફ સોમનાથ' ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર લોન્ચ : જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મનું મુખ્ય પાત્ર સૂરજ પંચોલી છે, જે વીર હમીરજી ગોહિલની ભૂમિકા ભજવશે. વિવેક ઓબેરોય નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે.

કેસરી વીર: લિજેન્ડ્સ ઑફ સોમનાથનું આજે મોશન પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે સૂરજ પંચોલી હાથમાં ત્રિશુલ સાથે નજરે પડી રહ્યા છે. તેમના હાથમાં અને શરીરની આસપાસ સાંકળ વીંટળાયેલી જોવા મળી રહી છે. પોસ્ટરમાં સૂરજ પંચોલીને અગાઉ ક્યારેય ન જોયેલા અવતારમાં જોવાની ચાહકો રાહ જોઈ રહ્યા છે.

 

ફિલ્મમાં સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને આકાંક્ષા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ચૌહાણ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 14 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે 14મી સદીમાં પ્રખ્યાત સોમનાથ મંદિરનું રક્ષણ કરવા માટે બહાદુરીથી લડનારા ગુમ થયેલા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપે છે.

પ્રિન્સ ધીમન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ કનુ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયો હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર સૂરજ પંચોલી છે, જે વીર હમીરજી ગોહિલની ભૂમિકા ભજવશે. વિવેક ઓબેરોય નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. જે તુઘલક રાજવંશનો મુખ્ય સૈનિક છે. જે મંદિર લૂંટવા, તેનો નાશ કરવા અને હિન્દુઓને મુસ્લિમ બનાવવા આવે છે. બીજી તરફ સુનિલ શેટ્ટી એક પાત્ર ભજવે છે જે મંદિરને બચાવવામાં મદદ કરે છે. ફિલ્મમાં આકાંક્ષા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.

(8:22 PM IST)