તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
સલાયા, દ્વારકા, ભાણવડમાં ચૂંટણીનો માહોલ તેજ થયો

ખંભાળીયા, તા. ૧૧ : સલાયા, દ્વારકા તથા ભાણવડ પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમી સાથે પ્રચારનો માહોલ તેજ થયો છે.
ફોર્મ પરત ખેંચવાની સાથે જ દ્વારકામાં નવ તથા ભાણવડમાં આઠ બેઠકો જીતનાર ભાજપ પક્ષ તથા ભાણવડમાં ૧૬ બેઠકો જીતવા માટે રાજયમંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી વિ. કાર્યકરો અગ્રણીઓ દ્વારા ચૂંટણી કાર્યાલયમાં ખોલવા, પ્રબુધ્ધ નાગરિક સંમેલન, ડોર ટુ ડો પ્રચાર શરૂ થયા છે. તો કાર્યકરો મીટીંગો અન્ય તાલુકાઓમાંથી કાર્યકરો લાવીને પ્રચારકાર્ય શરૂ થયું છે.
આમ આદમી પાર્ટી ભાણવડમાંથી તો તમામ આઠ ઉમેદાવારી નીકળી જતા અહીંથી ચિત્રમાંથી નીકળી ગઇ છે. જેથી સલાયા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તો કોંગ્રેસે ભાણવડમાં ૧૬ બેઠકો પર અગાઉ અહીં તેમની સત્તા હોય પાછી સત્તા મેળવવા તથા સલાયામાં સત્તા જાળવવા જહેમત શરૂ કરી છે. દ્વારકા ભાણવડ ભાજપને તો સલાયામાં આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે તો તાજેતરમાં દિલ્હી વિધાનસભા આપે ગુમાવતા તેની પણ અસર આપના કાર્યકરોમાં થવાની સંભાવના મનાય છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
