તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
દુનિયાનું સૌથી ખરાબ શાક ક્યુ છે? લ્યો, તમને ખબર નથી! રીંગણા -બટેટાનું શાક :ભારતમાં દરેક ઘરમાં બને છે
દુનિયાની સૌથી ખરાબ વાનગીઓમાં સામેલ કરવામાં આવી છે, આ શાકભાજીને ૨.૭ સ્ટાર મળ્યા છે અને તે ખરાબ વાનગીઓની યાદીમાં ૬૦માં નંબર પર છે

નવી દિલ્હી,તા.૧૧: આપણા દેશમાં ફળો અને શાકભાજીની કોઈ અછત નથી. આપણા ઘરોમાં દરરોજ વિવિધ શાકભાજી બનાવવામાં આવે છે. આમાંના કેટલીક એવી શાકભાજી છે કે, જે દરેકને પસંદ આવે છે, જ્યારે કેટલીક એવી છે કે, જેને જોઈને મોંઢું ભેરવી જાય છે. એવી જ એક શાકભાજી છે રીંગણ, તમે ગમે તેટલા ગુણો સમજાવો તો પણ કોઈ તેને ખાવા માંગતું નથી. માત્ર તમને જ નહીં, દુનિયાના ઘણા લોકોને આ શાકભાજી પસંદ નથી.
આપણા દેશમાં, આ શાકભાજી ચોક્કસપણે દરેક ઘરમાં કોઈને કોઈ સમયે તૈયાર કરવામાં આવે છે. કેટલાક લોકોને તે બિલકુલ ગમતું નથી, જ્યારે કેટલાક તેને ઉત્સાહથી ખાય છે. જાણીને નવાઈ લાગશે કે, તેને દુનિયાની સૌથી ખરાબ વાનગીઓમાં સામેલ કરવામાં આવી છે. આ સમાચાર જાણીને તે લોકોને ચોક્કસ ખરાબ લાગશે જેઓ રીંગણ ભરતા અને બટેટા-રિંગણનું શાક ભારે ઉત્સાહથી ખાઈ છે.
ટેસ્ટ એટલાસ એ વિશ્વની કેટલીક સૌથી ખરાબ વાનગીઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં માત્ર એક ભારતીય વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે છે. બટેટા-રીંગણનું શાક. આ શાકભાજીને ૨.૭ સ્ટાર મળ્યા છે અને તે ખરાબ વાનગીઓની યાદીમાં ૬૦માં નંબર પર છે.
આપણા દેશમાં લોકો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા અને કેટલાક મસાલા સાથે સૂકા અને ગ્રેવી શાકભાજી બનાવે છે. ઘણા લોકો તેને પસંદ કરે છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેને પસંદ કરવામાં આવતું નથી. જોકે, દુનિયાભરમાં ઘણી ભારતીય વાનગીઓ પસંદ કરવામાં આવે છે, પરંતુ બટેટા અને રીંગણા કોઈને પસંદ નથી.
જો આપણે આ સૂચિમાં સૌથી ખરાબ રેટિંગવાળી વાનગી વિશે વાત કરીએ, તો તે છે ‘હકર્લ'. આ વાનગી શાર્કના માંસને સડાવીને બનાવવામાં આવે છે. આ મસાલેદાર વાનગી આઈસલેન્ડમાં રહેતા લોકોને ખૂબ જ પસંદ આવે છે, પરંતુ જેમણે તેને પહેલીવાર ખાધી છે તેમને તે બિલકુલ પસંદ આવી નથી. આ સમાચાર વાંચ્યા પછી જે લોકો મસાલેદાર ભોજન સાથે રીંગણ ખાય છે તેમને ચોક્કસ ખરાબ લાગશે.દુનિયામાં ઘણી એવી વાનગીઓ છે, જેને લોકો ખૂબ જ ખરાબ માને છે. એવી કઈ વાનગી છે જે તમને બિલકુલ પસંદ નથી?
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
