<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મહાશિવરાત્રી નિમિતે રથયાત્રાના રૂટ પર ભગવા ધ્‍વજ લગાવવાના કાર્યનો આરંભ

 

રાજકોટ : દશનામ ગોસ્‍વામી સમાજ રાજકોટ શિવરથયાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિતે રથયાત્રાના રૂટને  ભગવામય બનાવવા વિશાળ ઝંડા લગાવવાનો આરંભ કરી દેવાયો છે. રર ફુટ ઉંચા બામ્‍બુમાં મોટા ઝંડા અને નાની ઝંડીઓ લગાવવાના કાર્યની શરૂઆત પહેલા ભગવા ગ્રુપના અધ્‍યક્ષ હસુગીરીબાપુ, સ્‍વયંભુશ્રી રામનાથ મહાદેવના મહંતશ્રી ધવલગીરી કાન્‍તીગીરી, સોમગીરીબાપુ, જાગૃતિમંડળના પૂર્વ પ્રમુખ વિનોદભારથી, એસ.એસ. ગોસાઇ, અશ્વિનગીરી હીરાગીરી, ઉદ્યોગપતિ રામદેવપુરી અશોકપુરી, આશિષભારથી કિરણભારથી, સમાજ અગ્રણી ઓજેશપુરી, જીતેન્‍દ્રગીરી ત્રિભુવનગીરી, ચિરાગગીરી પ્રફુલગીરી, મોહીતગીરી, ચિંતનગીરીના હસ્‍તે મોટી ધ્‍વજા અને નાની ધ્‍વજાઓનું પૂજન કરાયુ હતુ. આ ધર્મકાર્યમાં બહોળી સંખ્‍યામાં જ્ઞાતિજનો તેમજ ધર્મપ્રેમીજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી મહાશિવરાત્રીને ધ્‍યાને લઇ સમિતિના કાર્યકર્તાઓ કામેલાગી ગયા છે. રથયાત્રાના સમગ્ર રૂટને ભગવી ધજાઓથી સજાવી દેશે. મહાદેવની કૃપા સનાતન ધર્મ પર વરસતી રહે અને સનાતન ધર્મની ધજા સદાય ફરકતી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષે શિવરથયાત્રા સમિતિ આ રીતે ધ્‍વજ લગાવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિવ રથયાત્રા સમિતિના કાર્યકરો ભાવેશગીરી, ગૌતમગીરી, ધર્મેન્‍દ્રગીરી, અજયવન, સુરેશગીરી, જેનીશભારથી, હાર્દીકપુરી, અક્ષાંશગીરી, અંકિતગીરી, સાવનગીરી, ભોલાગીરી, મનીશગીરી, હાર્દીકભાઇ, પારશવન, દેવાંગગીરી, સંજયગીરી, શક્‍તિપુરી, હરેશભારથી, હેમાંગભાઇ, પ્રતિકગીરી, જયદેવગીરી, મીહીરગીરી, ઋષિતગીરી, પીયુષગીરી, કલ્‍પેશવન, વિરલપુરી, ગૌતમગીરી નારાણગીરી, ચેતનગીરી વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:21 PM IST)