News of Tuesday, 11th February 2025
મોરબીના ચકમપર ગામે બકરીનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો.
વનવિભાગે મુકેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના ચકમપર ગામે આંટાફેરા લગાવી એક બકરીનું મારણ કરનાર દીપડો અંતે પાંજરે પુરાયો છે. વનવિભાગે મુકેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
થોડા દિવસો પહેલા મોરબીના રાજપર એને વાવડી ગામે દેખા દેનાર દીપડો ગઈકાલે મોરબીના ચકમપર ગામે દેખા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ દિવસે દીપડો જોયા બાદ દીપડાએ માલધારીના વાડામાંથી બકરી ઉપાડી જઈ તેનું મારણ કર્યું હતુ.
આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવ્યા બાદ વનવિભાગે પાંજરા મુક્યા હતા અને રાત પડવા સુધીમાં દીપડો પાંજરે પુરાયો હતો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
