<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મથુરા મંદિરમાં પુજારીઓની ગુંડાગીરી : જાહેરમાં મહિલા ભક્‍તો પર કર્યા ઢીકાપાટુના ઘા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો મથુરાના બાંકે બિહારી મંદિરનો ભારે ભીડને કારણે ભક્‍તો અને પુજારીઓ વચ્‍ચે પ્રસાદ ચઢાવવાને લઈને ઝઘડો થયો હતો

મથુરા, તા.૧૧: પ્રયાગરાજમાં મહાકુંભના કારણે, દરેક જગ્‍યાએ ભક્‍તોની ભીડ એકઠી થઈ રહી છે. કુંભમાં તાાન કર્યા પછી, લોકો કાશી, અયોધ્‍યા અને મથુરા તરફ જઈ રહ્‍યા છે. આવી સ્‍થિતિમાં, ફાગણ મહિનો પણ શરૂ થવાનો છે, જેના કારણે મથુરા અને વૃંદાવનમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોની હાજરી નોંધાઈ રહી છે. આ બધા વચ્‍ચે, મથુરાના બાંકે બિહારી મંદિરનો એક વીડિયો સામે આવ્‍યો છે, જ્‍યાં પ્રસાદ ચઢાવવાને લઈને પુજારીઓ અને ભક્‍તો વચ્‍ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે, લોકોએ એકબીજાને લાતો અને મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલાઓને પણ બક્ષવામાં આવી ન હતી અને તેમને થપ્‍પડના ઘા ઝીંકવામાં આવ્‍યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો મથુરાના બાંકે બિહારી મંદિરનો હોવાનું કહેવાય છે, જ્‍યાં ભારે ભીડને કારણે ભક્‍તો અને પુજારીઓ વચ્‍ચે પ્રસાદ ચઢાવવાને લઈને ઝઘડો થયો હતો. આ વિવાદ શાબ્‍દિક પ્રહારોથી લઈને હિંસા સુધી વધ્‍યો અને પછી ઢીકાપાટુ સાથે મારામારી શરૂ થઈ હતી. ભક્‍તો કે પુજારીઓમાંથી કોઈએ નમલતું ન મૂક્‍યું અને મંદિરને અખાડામાં ફેરવી દીધો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભક્‍ત પહેલા પૂજારી સાથે કોઈ વાતને લઈને દલીલ કરે છે, ત્‍યારબાદ પૂજારી નજીકમાં ઉભેલા વ્‍યક્‍તિને થપ્‍પડ મારે છે. આ સમય દરમિયાન, લોકો ગુસ્‍સે થઈ જાય છે અને પુજારીને પકડીને મારવાનો પ્રયાસ કરતી વખતે, તેઓ પોતે પણ માર ખાય છે.

આ બધા વચ્‍ચે, મહિલાઓ પણ મધ્‍યસ્‍થી કરવા માટે ત્‍યાં પહોંચે છે, પરંતુ તેની પૂજારીઓ પર કોઈ અસર થતી નથી. કોઈ પણ ખચકાટ વગર, તેઓ સ્રીઓને પણ થપ્‍પડ મારવાનું શરૂ કરે છે. જે બાદ પુજારી અને ભક્‍તો વચ્‍ચે ઉગ્ર લડાઈ થાય છે. આ વીડિયો ઇન્‍ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહયો છે, જેના પછી યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપવા માટે આગળ આવ્‍યા છે.

આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર શેર કરવામાં આવ્‍યો છે, જેને અત્‍યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્‍યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્‍થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહયા છે. એક યુઝરે લખ્‍યું... આ કેવી શ્રદ્ધા અને વ્‍યવસ્‍થા છે કે, પ્રસાદ ચઢાવવાની ભક્‍તોની ઉતાવળ ઝપાઝપીમાં ફેરવાઈ જાય છે. બીજા એક યુઝરે લખ્‍યું... ક્‍યારેક મને લાગે છે કે મારે ઘર છોડીને જ ન જવું જોઈએ. જ્‍યારે બીજા યુઝરે લખ્‍યું... ગુનેગારોને ઓળખો અને કાર્યવાહી કરો.

(4:24 PM IST)