<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

સીંગતેલ સસ્‍તુ થતા જ ફરી સટ્ટોડીયાઓ સક્રિય! ૩ દિ' માં ડબ્‍બે ૫૦ રૂા. વધી ગયા

આજે સીંગતેલમાં વધુ ૧૫ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા નો ઉછાળોઃ નીચા ભાવે ધરાકી નીકળવાના બહાને ભાવમાં છાપાછાપી

રાજકોટ તા. ૧૧ :.. સીંગતેલના ભાવો ઘટયા બાદ ફરી સટોડીયાઓ સક્રિય થયા હોય તેમ સતત ત્રીજા દિવસે વધુ ૧પ રૂા.નો ઉછાળો થતા ત્રણ દિ'માં ડબ્‍બે પ૦ રૂા. વધી ગયા છે.

સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં નીચા મથાળે ઘરાકી નીકળતા આજે વધુ ૧પ રૂા. નો ભાવ વધારો થયો હતો સીંગતેલ લુઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧૩૬૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૩૭પ રૂા. બોલાયા હતાં. સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૮૦ થી ર૪૩૦ રૂા. હતા. તે વધીને ર૪૯પ થી ર૪૪પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા છેલ્લા ત્રણ દિ' માં સીંગતેલ ડબ્‍બે પ૦ રૂા. નો તોતીંગ ભાવ વધારો થયો છે. ચાલુ વર્ષે સીંગતેલનાસીઝનની નીચી સપાટીએ  પહોંચ્‍યાબાદ ધરાકી નીકળ્‍યાના બહાને સટ્ટોડીયાઓ ફરી સક્રિય થયાની વેપારી વર્તુળોમાં ચર્ચા છે.

સંગીતેલની સાથે કપાસીયા તેલમાં આજ વધુ ૧૦ રૂાનો ભાવવધારો થયો હતો. કપાસીયા તેલમાં બે દીમાં ૨૦ રૂા. નો ઉછાળો થયો છે. કપાસીયાના ભાવ વધીને ૨૧૭૦ થી ૨૨૨૫ રૂા. થયા છે.

(3:45 PM IST)