તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
મોરબી સિવિલના સફાઈ કર્મીઓની હડતાલ સમેટાઈ

મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓએ વિવિધ માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી. પણ તંત્ર દ્વારા તેઓની માંગ સંતોષવાની ખાતરી આપવામાં આવતા સફાઈ કર્મીઓએ હડતાલ સમેટી લીધી ૧૨૧ જેટલા સફાઈ કર્મચારીઓને પગાર સ્લીપ, બોનસ અને હક્ક રજાઓ મળતી ન હોય દરરોજ કલેકટર કચેરીએ ધરણા ઉપર બેસવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત ત્યાં સુધી માત્ર પ્રવાહી જ લેશે અનાજનો ત્યાગ કરશે તેવું પણ એલાન આપ્યું હતું. આ મામલે સિવિલ અધિક્ષક ડો.દુધરેજીયાએ જણાવ્યું કે કલેકટરે મોડી સાંજે તેઓની સાથે તેમજ એજન્સીના સંચાલક અને સફાઈ કર્મીના આગેવાનો સાથે બેઠક કરી અને સમાધાન કરી હડતાલનો અંત લાવ્યો છે. નાઈટ શિફ્ટના કર્મચારીઓ તેની ફરજ ઉપર હાજર પણ થઈ ગયા છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
