તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
ભારતીય પરિવારોએ ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત પરિવહન પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો
ભારતીયો તેમની મોટાભાગની આવક કયાં ખર્ચ કરે છે?

નવી દિલ્હી, તા.૧૧: ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેના તાજેતરના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૩-૨૪માં, ભારતીય પરિવારોએ ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત પરિવહન પાછળ એક મહિનામાં સૌથી વધુ ખર્ચ કર્યો હતો. નિષ્ણાતો કહે છે કે પરિવહન પરના ઊંચા ખર્ચનું સૌથી મોટું કારણ પરિવારોની વધતી ગતિશીલતા, ઇંધણના ભાવ અને નબળી જાહેર પરિવહન વ્યવસ્થા છે.
દેશભરમાં ગ્રામીણ વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે એક પરિવાર દ્વારા દર મહિને માથાદીઠ વપરાશ ખર્ચનો હિસ્સો ૭.૬ ટકા (રૂ. ૩૧૨) હતો. આ પછી, ટકાઉ માલ ખરીદવા પાછળ થયેલા ખર્ચનો હિસ્સો ૬.૪૮ ટકા, બળતણ અને પ્રકાશનો હિસ્સો ૬.૧૧ ટકા અને કપડાં અને પથારીનો હિસ્સો ૫.૬૭ ટકા હતો. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં મુસાફરી પર દર મહિને એક પરિવાર દ્વારા માથાદીઠ વપરાશ ખર્ચનો હિસ્સો ૮.૫ ટકા (રૂ. ૫૯૨) હતો. તે પછી, ૬.૮ ટકા ટકાઉ માલ ખરીદવા પાછળ અને ૬.૬ ટકા ભાડા પાછળ ખર્ચવામાં આવ્યા. આંકડા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણના ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ વપરાશ ખર્ચ વર્ષ ૨૦૨૩-૨૪માં દર મહિને રૂ. ૪,૧૨૨ હતો. તેની સરખામણીમાં, શહેરી વિસ્તારોમાં તે ૬,૯૯૬ રૂપિયા હતું. કુલ MPCEમાંથી, ગ્રામીણ વિસ્તારોના લોકોએ ખોરાક અને પીણા સિવાય અન્ય વસ્તુઓ પર ૫૨.૯૬ ટકા (રૂ. ૨,૧૮૩) ખર્ચ કર્યો, અને શહેરી વિસ્તારોમાં ૬૦.૩૨ ટકા (રૂ. ૪,૨૧૯) ખર્ચ કર્યો.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાષાી પ્રણવ સેને જણાવ્યું હતું કે આજે કામ પર મુસાફરી કરવી એ સૌથી મોટો પરિવહન ખર્ચ છે અને તેનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકો કામ માટે પોતાના ઘર છોડી રહ્યા છે. તેમણે કહ્યું, લોકો ઘણા કારણોસર, ખાસ કરીને નોકરી માટે, તેમના ગામડાઓ, નગરો અને શહેરોમાંથી મુસાફરી કરે છે. આ સમયગાળા દરમિયાન ઇંધણના ભાવમાં વધારો થવાને કારણે પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે આ અર્થતંત્રને વધારવાનો પણ એક માર્ગ છે, હવે સમય આવી ગયો છે કે જાહેર પરિવહન વ્યવસ્થાને પણ મજબૂત બનાવવામાં આવે.
રાજ્ય સ્તરે, ખાવા-પીવા પછી, ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ ખર્ચ પરિવહન પર થયો. ડેટા દર્શાવે છે કે પરિવહન પર પ્ભ્ઘ્ચ્ નો સૌથી વધુ હિસ્સો કેરળના ગ્રામીણ વિસ્તારોમાં હતો (૧૧.૩૮ ટકા). તે પછી ગોવા (૧૧.૧૪ ટકા), તમિલનાડુ (૧૦.૫૭ ટકા), પંજાબ (૯.૫ ટકા) અને મહારાષ્ટ્ર (૯.૩ ટકા)નો ક્રમ આવે છે. શહેરી વિસ્તારોમાં પણ, ૧૬ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો પરિવહન પર સૌથી વધુ ખર્ચ કરે છે.
પરિવહનમાં MPCE નો સૌથી વધુ હિસ્સો મણિપુરમાં હતો (૧૦.૯૬ ટકા). તે પછી ગોવા અને તમિલનાડુ (૯.૯૧ ટકા), રાજસ્થાન (૯.૫૯ ટકા) અને ગુજરાત (૯.૪૩ ટકા)નો ક્રમ આવે છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
