તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
ચાણસ્માના વડાવલીમાં એક સાથે પ મૃતકોના જનાજા નીકળતા ઘેરો શોક
બકરા ચરાવવા ગયા ત્યારે એક બાળકને ડૂબતો બચાવવા જતા પ ના ડુબી જવાથી મોત થયા હતા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૧: કાલે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુઃખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ૨ બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું હતું. આ એકસાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી આખી રાત ગામમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે સવારે એકસાથે પાંચેયનો જનાજો નીકળતા આખું ગામ રોકકળથી ગુંજી ઊઠયું હતી. આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમ વડાવલી ગામે પહોંચી હતી અને ખરેખરમાં ઘટના કેવી રીતે બની તે જાણવા પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી..
મળતક દીકરી સિમરનના પિતા સલીમભાઈએ જણાવ્યું કે, મારી ૧૪ વર્ષની એકની એક દીકરી હતી અને ધોરણ છમાં ભણતી હતી. કાલે મને કીધું કે પપ્પા હું બકરાં ચારવા જઈશ અને ૫ વાગ્યા સુધીમાં આવી જઈશ. ૬ વાગે મારી બકરીઓ ઘરે આવી પણ દીકરી ના આવી એટલે હું તરત જ બાઈક લઈ તેને શોધવા માટે નીકળી ગયો.મળતકોના પરિવારના સભ્ય ઈસ્માઈલ કુરેશીએ જણાવ્યુંકે, શનિ-રવિની રજા હતી એટલે આખો પરિવાર બકરાં ચરાવવા માટે ગયો હતો. સાંજે ૫-૬ વાગ્યા બાદ બકરાં પરત ઘરે આવી ગયાં પણ પરિવાર આવ્યો નહીં. ત્યારબાદ ગામના લોકો દોડતા તળાવ પાસે ગયા. તળાવ પાસે પડેલા ચંપલ અને લાકડાથી ખબર પડી કે આ છોકરાઓ પાણીમાં પડી ગયા છે. સૌથી પહેલાં એક બાળક પડયો હતો. ત્યારબાદ એને બચાવવા એકપછી એક બધા તળાવમાં પડયા હતા. એમને કાઢવા માટે ગામના ૨૦૦ જેટલા માણસો ત્યાં ગયા હતા. અંદર કૂદ્યા બાદ ૪ લાશો તો ઝડપથી મળી ગઈ પણ જે પાંચમી લાશ શોધતાં શોધતાં ૨ કલાક જેટલો સમય લાગ્યો. ૨ કલાક પછી લાશ મળી આવતા અમે તમામને ચાણસ્મા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યારબાદ પોલીસે તમામને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. હાલમાં તમામના જનાજાની તૈયારીઓ ચાલે છે. પછી કબ્રસ્તાન લઈ જવાશે. સરકારને મારી વિનંતી છે કે, આ ગરીબ માણસો હતા જેનો કોઈ સહારો ન હતો
તો પરિવારને થતી મદદ કરે. આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યકિત તળાવમાં લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય
ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા. ગામલોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢયા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડયા હતા.વડાવલીના તલાટી પરમારે આ ઘટના અંગે વિકાસ અધિકારીને જાણ કરી હતી. દુઃખદ વાત એ છે કે મળતકોમાં એક જ પરિવારની માતા અને ૨ બાળકો તેમજ ગ્રામ પંચાયત પટાવાળાના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ બાદ મળતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે.તલાટીએ જણાવ્યો હતું કે, સાજે સાડા પાંચ વાગ્યા આસપાસ મુસ્લિમ સમાજના બાળકો વડાવલી ગામે તળાવ પાસે બકરા ચરાવતાં હતાં, ત્યારે એક બાળક ડૂબતા બીજા બાળકો બચાવવા જતા તમામ પાંચ લોકોના મોત નીપજ્યા હતા. (
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
