News of Tuesday, 11th February 2025
માંડાડુંગર ગોકુલ પાર્કમાં બીમારીથી કંટાળી યુપીના સતીષનો ગળાફાંસો ખાઇ આપઘાત
યુવાને પથરીના દુઃખાવાથી કંટાળી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૧: માંડાડુગર પાસે ગોકુલ પાર્કમાં રહેતા યુવાને પથરીના દુઃખાવાથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ઉતરપ્રદેશનો વતની હાલ રાજકોટ માંડા ડુંગર પાસે ગોહેલ પાર્કમાં રહેતો સતીષ રાજમોહનભાઇ પટેલ (ઉ.વ. ૨૩) એ ગઇકાલે પોતાના ઘરે પંખાસાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા યુવાનને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ નીટીમે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી.
તપાસ દરમ્યાન યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી પોલીસની તપાસમાં મૃતક સતીષ કારખાનામાં મજૂરીકામ કરતો હતો બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો.
તે પથરીનો દુઃખાવાથી પીડાતો હોઇ તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણથતા આજીડેમ પોલીસે તપસ હાથધરી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
