તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
જામનગરમાં સોપારીની દુકાનમાંથી દારૂ મળ્યો

જામનગરઃ ભોયવાડાની અંદર નવા કુંભારવાડામાં રહેતો અને સોપારી કામ કરતો મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી પોતાના કબ્જા ભોગવટાની અને સોપારી કટીંગ કામની ઓરડીમા વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. તેવી હકીકત મળતા રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૧ કુલ કિ.રૂ-પ૨,૫૦૦/ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આરોપી ન હોય જેથી તેને શોધવા તજવીજ ચાલુ છે. આ કામગીરી પોલીસ ઇન્સ એન.એ.ચાવડા તથા પો.સબ.ઇન્સ એમ એન.રાઠોડ એ.એસ. આઇ. રવીરાજસિહ અનીરૂદ્ધસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયા તથા વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા તથા દ્વારા કરવામાં આવેલ છે
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
