તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
યુપીથી એમપી સુધી ચાલી રહ્યો છે ખતરનાક ખેલઃ આરામથી વેચાઇ રહ્યું છે ‘‘સફેદ ઝેર''
બુલંદ શહેરમાં ઝડપાયેલ ઝેરી દૂધની ફેકટરીમાં મળી જીવલેણ ફોર્મ્યુલા

બુલંદ શહેરઃ યુપીના બુલંદ શહેરના અજય અગ્રવાલને ત્યાં દરોડામાં ભારે પ્રમાણમાં મળેલ ઝેરી સામાને સૌને ઔકાવી દીધા છે. અહીં એક જ જગ્યાએથી લગભગ ૧,૦૮,૫૦,૦૦૦ લીટર દૂધ બનાવવાનો સામાન ઝડપાયો છે.ફેકટરીમાંથી ૨૧૭૦૦ કીલો કેમીકલ જપ્ત કરાયુ ંછે.એક કીલો કેમીકલમાંથી ૫૦૦ લીટર નકલી દૂધ બનાવી શકાય છે. વિચાર તો કરો, આવા કેટલા મીલાવટ ઓર હશે.
સફેદ ઝેર માટે કુખ્યાત અજયકુમાર અગ્રવાલ (અગ્રવાલ ટ્રેડર્સ) પાસેથી કેટલાય ખતરનાક કેમીકલ્સ મીક્ષ કરીને બે મીનીટમાં નકલી દૂધ તૈયાર કરવાની ફોર્મ્યુલાની સાથે સાથે ૧૦૦ કવીન્ટલ નકલી દૂધ અને મીણ જેવું દેખાતું સોયાબીન રીફાઇન્ડથી બનેલું અત્યંત ખતરનાક નકલી પનીર પણ ઝડપાયુ ંહતું.આ કેમીકલ ફેટના પ્રમાણને ૨ મીનીટમાં ઘટાડી નાખે છે અને અસલી પનીર જેવું જ દેખાય છે. ફેટ ચેક કરવાનું મશીન પણ તેને જલ્દીથી નથી પકડી શકનું મિલાવટ ખોરો અજય અગ્રવાલના ગોદામોમાં એક લીટર કેમીકલમાંથી પળભરમાં ૫૦૦ લીટર નકલી દૂધ બનાવવાની ફોર્મ્યુલા પણ મળી આવી હતી. લગભગ ૨૦ વર્ષોથી ધંધો કરતા આ વેપારીએ ફોર્મ્યુલા પોતાની આજુબાજુના અન્ય મિલાવટ ખોરીને પણ આપી છે. જેનાથી જોખમ વધી ગયું છે. સૂત્રોનું માનીએ તો છાના માના યુપી બોર્ડર પાર કરીને લોકોના જીવન સાથે ખેલનાર આ સફેદ ઝેર ઇંદોર સહિત સમગ્ર મધ્ય પ્રદેશમાં આવી રહ્યું ે અને વેચાઇ રહ્યું છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
