<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

૩ મહિનાની સજા સામે સ્‍ટે માન્‍યઃ કુલદીપ શર્મા, પીએસઆઇ ગિરીશ વસાવડા અપીલમાં જશે

ભુજ સેશન્‍સ કોર્ટ દ્વારા ગઇકાલે ચુકાદો આપ્‍યો હતોઃ બન્નેએ દંડની રકમ ભરી દીધી

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧: રાજકીય અને સામાજિક અગ્રણીઓને અપશબ્‍દો સાથે માર મારવાના ૪૧ વર્ષ જૂના કેસમાં કચ્‍છના તત્‍કાલીન ડીએસપી કુલદીપ શર્મા અને તત્‍કાલીન એલસીબી પીએસઆઈ ગિરીશ વસાવડાને ભુજ સેશન્‍સ કોર્ટ દ્વારા ત્રણ મહિનાની જેલ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકરતો ચુકાદો ગઈકાલે જાહેર કર્યો હતો.  આ સજા સામે અપીલમાં જવા માંગણી કરાઈ હોઈકોર્ટે માંગણી માન્‍ય રાખી સ્‍ટે આપ્‍યો છે. કાયદાની જોગવાઈ મુજબ ત્રણ વર્ષથી ઓછા સમયની કેદની સજા હોય તો જૂની કલમ ૩૮૯ મુજબ અપીલ માટે કસ્‍ટડીમાં ન લેવા સ્‍ટે માંગી શકાય છે.  એ સંદર્ભે આરોપીઓએ દંડની રકમ ભરી દઈ સ્‍ટે માંગતા સજા સામે અપીલમાં જવા સ્‍ટે ગ્રાહ્ય રાખવામાં આવ્‍યો છે. હવે આ કેસ સંદર્ભે એક મહિનાની અંદર આરોપીઓએ નવા જામીન માટે અપીલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. આ કેસમાં ફરિયાદી તરફે ધારાશાસ્‍ત્રી આર.એસ. ગઢવી જ્‍યારે પોલીસ અધિકારીઓ કુલદીપ શર્મા તેમજ ગિરીશ વસાવડા તરફે ધારાશાસ્‍ત્રીઓ દેવરાજ ગઢવી અને ભરત ધોળકિયા હાજર રહ્યા હતા.

(11:58 AM IST)