News of Tuesday, 11th February 2025
ઉપલેટા-મોટીપાનેલી પંથકમાં ૩-૪ દિવસ ઝાકળ આવે તો જીરૂના પાક ઉપર જોખમ

મોટી પાનેલી તા. ૧૧ :.. ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી તથા સમગ્ર ઉપલેટા તાલુકા માં તથા આજુબાજુના વિસ્તારમાં ગાઢ ઝાકળ છવાઈ ગઇ છે જેથી રોડ રસ્તા પર ૫૦-૧૦૦ ફુટ થી વધુ આગળ જોવું મુશ્કેલ છે જેના લીધે રાહદારીઓને ભારે મુશ્કિલ નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ જીરૂ ધાણા ઘઉં ચણા તુવેર એરંડા ની ખેતી કરતા ખેડૂતો ભારે ચિંતા માં મુકાયા છે એકબાજુ જીરૂ નો પાક તૈયાર થવા પર છે ને બીજી બાજુ ગાઢ ઝાંકળ નો રાઉન્ડ શરૂ થયો છે ગાઢ ઝાકળ થી જીરૂ ના પાકને નુક્સાન કર્તા તો છે જ પણ જો આમને આમ ઝાંકળ નો રાઉન્ડ ત્રણ ચાર દીવસ આવે તો જીરૂ નો પાક સાવ ખરાબ પણ થઈ શકે છે જેથી ખેડૂતો માં ભારે ચિંતા ફેલાઈ રહી છે
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
