<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

વોર્ડ નં.૧૪માં બોલબાલા માર્ગ ઉપર નવો કોમ્‍યુનિટી હોલ

શહેરીજનો પોતાના કૌટુંબિક પ્રસંગો વ્‍યાજબી ખર્ચે, ઉલ્લાસભેર માણી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ-વિસ્‍તારોમાં અદ્યતન સુવિધાયુક્‍ત કોમ્‍યુનિટી હોલ ઉપલબ્‍ધ કરેલ છે. જે સુવિધાના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે અદ્યતન સુવિધાયુક્‍ત નવા કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

હેરીટેજ સિટી બ્‍યુટીફીકેશન(આશરે ૧૦૦ વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્‍ટ):

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ આશરે ૧૦૦ વર્ષ જેટલા જૂના એક રોડને ‘હેરીટેજ સિટી બ્‍યુટીફીકેશન' હેઠળ ડેવલપ કરી, તેનું બ્‍યુટીફીકેશન(ફૂટપાથ, ઇલેક્‍ટ્રિક પોલ, પેવીંગ બ્‍લોક વિ.)  કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ર૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.(

(3:47 PM IST)