<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ ૨૦ પુલમાંથી ૧૨નું બાંધકામ પૂર્ણ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદીઓ ઉપરના કુલ ૨૦ પુલમાંથી ૧૨નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન કોરીડોર ૫૦૮ કિલોમીટરની લંબાઈનો બની રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ખરેરા નદી પરનો ૧૨૦ મીટર લાંબો પુલ ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલો ૧૨ મો પુલ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત (૩૫૨ કિમી) અને મહારાષ્ટ્ર (૧૫૬ કિમી)ને આવરી લે છે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી ખાતે કુલ ૨૨ રેલવે સ્ટેશનો છે.4:20 PM IST

જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે:કેન્દ્રએ ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી નિયમોમાં સુધારો કર્યો છે. “નિયમ ૯ ના પેટા-નિયમ (૧) માં ભારતીય એરસ્પેસમાં લઘુત્તમ ઉંચાઇ નો નિર્દેશ કર્યો હોવા છતાં, જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. :અગાઉના નિયમોએ મોબાઈલ નેટવર્ક સેવામાં દખલગીરી ના સર્જાય તે માટે એરક્રાફ્ટમાં મોબાઈલ કમ્યુનિકેશન સેવાઓના ઉપયોગને, ભારતીય હવાઈ ક્ષેત્રમાં, ઓછામાં ઓછી ૩૦૦૦ મીટરની ઊંચાઈ સુધી છૂટ આપવામાં આવી હતી.10:58 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST