<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

RG કાર મેડિકલ કોલેજઃ મહિલા ડોક્ટરની હત્યા પૂર્વયોજિત સીબીઆઈને મળી કડીઓ: અનેક લોકોની સંડોવણીના સંકેત

કોલકતાની એક મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈને મહત્વની કડીઓ મળી

   ફોટો rg  નોટિફિકેશન

કોલકતા :મહિલા ડૉક્ટર (કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ) પર બળાત્કાર અને હત્યાની તપાસ કરી રહેલી સીબીઆઈને કેટલીક નવી કડીઓ મળી છે. તેના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી માની રહી છે કે આ હત્યા કેસમાં ઘણા લોકો સામેલ છે. સીબીઆઈનું કહેવું છે કે એ પણ શક્ય છે કે મહિલા તાલીમાર્થી ડૉક્ટરની હત્યા (આરજી કાર મેડિકલ કોલેજની મહિલા ટ્રેઇની ડૉક્ટર હત્યા કેસ) આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હોય. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તેણે બળાત્કાર કર્યાની કબૂલાત કરી છે

    CBIએ નાણાકીય ભ્રષ્ટાચારના મામલામાં પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા સરકારી હોસ્પિટલોમાં સબસ્ટાન્ડર્ડ અને નકલી દવાઓ સપ્લાય કરવાના મોટા ષડયંત્ર અને ગેંગનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન આ પાછળ રાજકીય રીતે પ્રભાવશાળી લોકોનો હાથ હોવાનું પણ બહાર આવ્યું હતું. સીબીઆઈ આરજી કાર હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા અને નાણાકીય અનિયમિતતાના બે કેસની અલગથી તપાસ કરી રહી છે. 

     સૂત્રોના જણાવ્યા અનુસાર, RG કાર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અભિજિત મંડલના ફોનની ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બંનેના ફોન ભૂંસાઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે બંનેએ હત્યા અને બળાત્કારના પુરાવા કાઢી નાખ્યા હતા. જેના કારણે તેની સંડોવણી પર શંકા વધુ ઘેરી બની રહી છે.

(11:48 AM IST)