<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

જૂનાગઢ ::જગન્નાથ મંદિરમાં અન્નકોટ દર્શન કાર્યક્રમ યોજાયો .

ભગવાનનો અન્નકોટ દર્શન, પ્રસાદ અને કેલેન્ડર વિતરણ સહીતનાં કાર્યક્રમ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :  શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા છાંયા બજાર ખાતે આવેલ શ્રી જગન્નાથ મંદિર માં દર સાલ મુજબ આ વર્ષ પણ ભગવાનનો અન્નકોટ દર્શન, પ્રસાદ અને કેલેન્ડર વિતરણ સહીતનાં કાર્યક્રમ યોજાય ગયાં.

આ કાર્યક્રમ માં શહેર તેમજ પરાં વિસ્તાર માંથી સોરઠીયા વાણંદ જ્ઞાતિ સહપરિવાર ઉપસ્થિત રહી દર્શન, પ્રસાદ નો લાભ લીધો હતો.
જેમાં જ્ઞાતિ આગેવાનો બિપિન ભાઈ ભટ્ટી, પ્રમુખશ્રી રાજુભાઈ ચુડાસમા, મંત્રી. દિલશુખ ભાઈ પરમાર ટ્રસ્ટી, વિજય ચુડાસમા, ધનશુખ ભાઈ ચુડાસમા, દિનેશ ભાઈ ભટ્ટી, રમેશ ભાઈ વાજા, નીરુભાઈ પરમાર સહીત નાં ઉપસ્થિત રહ્યાં હતાં..
આ ધાર્મિક કાર્યક્રમ માં ભગવાન ને ભોગ તેમજ સુંગાર કરવામાં આવેલ હતું.
જેમાં ભાવિકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં

(1:25 PM IST)