News of Monday, 4th November 2024
કચ્છના રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે ના મોત બે લાપતા
થાનપર (ગેડી) ગામમાં કપાસ વીણવા માટે આવેલા રાજસ્થાનના અલવરના મુસ્લિમ પરિવારના બે લોકોના મોત

કચ્છના રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે ના મોત બે લાપતા: થાનપર (ગેડી) ગામમાં કપાસ વીણવા માટે આવેલા રાજસ્થાનના અલવરના મુસ્લિમ પરિવારના શેરસિંગ બાબુભાઈ જોગી (ઉ.૪૦), અનુજા કાલુખાન જોગી (ઉ.૧૭)ના મોત નિપજ્યા હતા. જ્યારે બે જણ સબીર કાલુખાન જોગી (ઉ.૨૧), શબાના કાસમ જોગી (ઉ.૨૮) લાપતા છે તેમની શોધખોળ ચાલુ છે. બનાવને પગલે પોલીસ, મામલતદાર, તા.વિ. અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. (રિપોર્ટ, વિનોદ ગાલા, તસવીર: મુંકેશ રાજગોર, રાપર)
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
